ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ભેળસેળિયાઓનું પ્રમાણ વધ્યું ! અરવલ્લીમાં નકલી કપાસિયા તેલ બનાવતી કંપની પકડાઇ

Text To Speech

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી અને ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થો પર તંત્ર દ્વારા તવાઈ કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાંથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અરવલ્લી SOG પોલીસની ટીમે બાતમીના આધારે મોડાસા GIDCમાં દરોડા પાડી નકલી કપાસિયા તેલ બનાવતી કંપનીને પકડી પાડી છે. અમિત શાહ નામના આરોપીને પોલીસે પકડીને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજ્યમાં - Humdekhengenewsમળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. બાતમીના આધારે મોડાસા GIDCમાંથી અરવલ્લી SOGએ નકલી કપાસિયા તેલના ડબાના પેકિંગનું પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મોડાસા GIDC સ્થિત લક્ષ્મી પ્રૉટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબાનું પેકિંગ કરવામાં આવે છે, તેલના જૂના ડબા પર અન્ય બીજુ તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારીને પેકિંગ કરવામાં આવતુ હતુ. SOG પોલીસને સમગ્ર મામલે બાતમીના આધારે અચાનક સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસે 8 ડબ્બા, 36 સ્ટીકર અને 38 જેટલા ડબ્બાના બૂચ સ્થળ પરથી જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો : નશામાં ધૂત કાર ચાલકે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનુ મોત, પોલીસની ભૂમિકા શંકાસ્પદ !

આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ અરવલ્લી SOG પોલીસે કર્યો હતો. આ ગુનાખોરીનો મુખ્ય આરોપી મોડાસાનો અમિત શાહ છે જેની પોલીસે ધરપકડ કરી કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિફાઇન્ડ તેલના નામે ડબ્બા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતું આ કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું હશે તે અંગે પણ પોલીસ તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સ છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરી રહ્યો હતો.

Back to top button