ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકન સિંગરે ભાજપને તેની ભવ્ય જીત પર અભિનંદન પાઠવ્યા

Text To Speech
  • 41 વર્ષીય અમેરિકન સિંગર મિલબેન ભાજપને ત્રણ રાજ્યમાં બહુમતીથી વિજય થવા બદલ અભિનંદન પાઠવ્યા અને પીએમ મોદીને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા છે.

અમેરિકા, 04 ડિસેમ્બર: ભારતમાં ચાર રાજ્યોમાં થયેલી ચૂંટણી અને ત્રણ રાજ્યોમાં ભાજપની મોટી જીત થવા બદલ દેશ-વિદેશના ચાહકોએ ભાજપને અભિનંદન પાઠવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની આવી જ એક ફેન છે અમેરિકન સિંગર મેરી મિલબેન. 41 વર્ષીય મિલબેન ભારતમાં તેમના રાષ્ટ્રગીત અને ભક્તિ ગીત ‘ઓમ જય જગદીશ હરે’ના પ્રસ્તુતિ માટે લોકપ્રિય છે. તેમણે ભાજપને તેની જીત પર અભિનંદન પાઠવ્યા છે અને પીએમ મોદીને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા છે.

3 ડિસેમ્બરે ચાર રાજ્યોમાં થયેલી મતગણતરીમાં ભાજપને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સ્પષ્ટ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં ભાજપે જંગી બહુમતી મેળવીને 163 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી હતી. છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો જીતીને સત્તા કબજે કરી છે. આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ચૂંટણીમાં ભાજપની જંગી જીત બદલ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

 

મોદી ભારતની પ્રથમ પસંદગી છે: મેરી મિલબેન

મેરી મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું તેમણે કહ્યું કે પીએમ પદના ઉમેદવાર તરીકે મોદી ભારતની પ્રથમ પસંદગી છે. આ ઉપરાંત, તેઓ યુએસ-ભારત સંબંધો માટે શ્રેષ્ઠ નેતા પણ છે.

આ પહેલા પણ અમેરીકન સિંગરે PM મોદીના વખાણ કર્યા છે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે બહુમતિથી જીત નોંધાવી છે. બીજી બાજુ, કોંગ્રેસે તેલંગાણામાં તેની મોટી જીતથી આશ્વાસન મેળવ્યું છે. અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ ગાયિકા મિલબેને આફ્રિકન યુનિયનને G20ના સંપૂર્ણ સભ્ય તરીકે સામેલ કરવાના પ્રસ્તાવ માટે PM મોદીની પ્રશંસા કરી હતી. તે ઉપરાંત અનેક વખત મિલબેન પીએમ મોદીના વખાણ કરી ચૂકી છે.

આ પણ વાંચો: PM મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ શૅર કરી સેલ્ફી, લખ્યું #Melodi

Back to top button