ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકન સિંગરે CM નીતિશ કુમારની કરી ટીકા, કહ્યું- જો હું ભારતીય નાગરિક હોત તો…

Text To Speech

અમેરિકા: બિહારના CM નીતિશ કુમારના મહિલાને ટાંકીને કરાયેલા વસતી નિયંત્રણના નિવેદન પર અમેરિકન સિંગર મેરી મિલબેને પણ ટીકા કરી છે. એટલે કે આ મામલો હવે વિદેશ સુધી પહોંચ્યો છે. મેરી મિલબેને કહ્યું કે જો તેઓ ભારતની નાગરિક હોત તો બિહાર જઈને મુખ્યમંત્રીની ચૂંટણી લડી હોત. તેમણે કહ્યું છે કે બિહારમાં સીએમ નીતિશના આ નિવેદન બાદ એક મહિલાએ હિંમત બતાવવી જોઈએ અને પોતાની ઉમેદવારીની જાહેરાત કરવી જોઈએ. આ દરમિયાન મેરી મિલબેને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને તેમને ભારતીયો માટે શ્રેષ્ઠ નેતા ગણાવ્યા.

હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર મેરી મિલબેને X પર વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, આજે ભારત એક નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યું છે. બિહારમાં મહિલાઓના મૂલ્યને પડકારવામાં આવી રહ્યું છે. મારું માનવું છે કે આ પડકારનો માત્ર એક જ જવાબ છે, તેમનું રાજીનામું. મારું માનવું છે કે એક હિંમતવાન મહિલાએ આગળ આવીને બિહારના મુખ્યમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરવી જોઈએ. જો હું ભારતની નાગરિક હોત બિહારમાં સીએમ પદની દાવેદારી રજૂ કરી હોત.

ગાયિકાએ એમ પણ કહ્યું કે, મહિલા સશક્તિકરણ એ વિકાસ અને પ્રતિભાવની સાચી ભાવના હશે. આ દરમિયાન મેરી મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ નેતા ગણાવ્યા હતા. નોંધનીય છે કે, મેરી મિલબેન એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગ્યા બાદ ભારતમાં ચર્ચામાં આવી હતી.

નીતિશ કુમારે માફી માગી

નીતિશ કુમારે મંગળવારે જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે મહિલાઓની વચ્ચે શિક્ષણના મહત્ત્વ પર ભાર આપતા એક મોટો વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક શિક્ષિત મહિલા સંભોગ દરમિયાન તેના પતિને રોકી શકે છે. તેમની ટિપ્પણીઓની વિપક્ષો અને મહિલા જૂથોએ ટીકા કરી. તેમની ટિપ્પણી પર હોબાળો મચ્યા બાદ નીતિશ કુમારે બુધવારે માફી માગી અને કહ્યું કે તેઓ તેમના શબ્દો પાછા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: 24 કલાકની અંદર નીતિશ કુમારનો યુ-ટર્ન, વિવાદિત નિવેદન પર માફી માંગી

Back to top button