ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના કેપિટલ હિલ્સમાં યોજાયું પ્રથમ અમેરિકન-હિન્દુ શિખર સંમેલન

Text To Speech
  • અમેરિકામાં પ્રથમ હિન્દુ-અમેરિકન સંમેલન યોજાયું
  • 20 હિન્દુ સંગઠનોના સહયોગથી કરાયુ આયોજન
  • અમેરિકન સાંસદે કર્યુ સંબોધન
  • વડાપ્રધાન મોદી 21 જૂને જશે અમેરિકાના પ્રવાસે

14 જૂને અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં પ્રથમ હિન્દુ-અમેરિકન સંમેલન યોજાયું હતું. આ કોન્ફરન્સને અમેરિકન્સ ફોર હિન્દુઝ નામ આપવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, કોન્ફરન્સની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના સાથે થઈ હતી. આ સંમેલનનું આયોજન 20 હિન્દુ સંગઠનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદી પણ 21 જૂને અમેરિકાના પ્રવાસે જવાના છે.

“અમેરિકામાં હિન્દુઓ સાથે ભેદભાવ થાય છે”

આ સંમેલનનો હેતુ અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોની સમસ્યાઓ તરફ અમેરિકાના કાયદા ઘડનારાઓનું ધ્યાન દોરવાનો હતો. આ કોન્ફરન્સના આયોજક રોમેશ જાપરાએ જણાવ્યું હતું કે અમારા સમુદાયે દરેક ક્ષેત્રે ઉત્તમ કામ કર્યું છે છતાં આપણે રાજકીય રીતે પછાત છીએ. અમને લાગે છે કે અમેરિકામાં હિન્દુઓ સાથે ભેદભાવ થાય છે. આ કોન્ફરન્સ દ્વારા અમે તમામ સંસ્થાઓને સાથે લાવવા માગીએ છીએ.

અમેરિકન ધારાસભ્ય રિચર્ડ મેકોર્મિક કર્યુ સંબોધન

અમેરિકામાં કેપિટલ હિલ ખાતે આયોજિત અમેરિકન-હિન્દુ કોન્ફરન્સમાં ફ્લોરિડા, ન્યૂયોર્ક, બોસ્ટન, ટેક્સાસ, શિકાગો, કેલિફોર્નિયા જેવાં શહેરોમાંથી લગભગ 130 ભારતીય અમેરિકન નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન એક અમેરિકન ધારાસભ્ય રિચર્ડ મેકોર્મિકે કહ્યું હતું કે, ‘અમેરિકન હિન્દુઓ પાસે આગામી રાષ્ટ્રપતિ પસંદ કરવાની તાકાત છે. આ પછી સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો. મેકોર્મિકે વધુમાં કહ્યું – હું માત્ર આ નથી કહી રહ્યો, પરંતુ મને લાગે છે કે તમારામાં એ ક્ષમતા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ‘એકવાર તમે યોગ્ય નેતાઓ સાથે તાલમેળ કરી લો, પછી તમને તમારી તાકાતનો ખ્યાલ આવશે. તમે અમેરિકા માટે કાયદો લખશો, જે આપણા દેશને ઘણા દાયકાઓ સુધી પ્રગતિના પંથે લઈ જશે.’

આ પણ વાંચો: શું તમે જોઈ ક્યારેય મીઠાના દાણા કરતાં પણ નાની હેન્ડબેગ? જુઓ આ રહી તસ્વીર

 

Back to top button