ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકન સંરક્ષણ મંત્રી આજે ભારતની મુલાકાતે, શું વાતચીત થઈ બંન્ને દેશો વચ્ચે?

  • અમેરિકન સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનની ભારત મુલાકાત
  • ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે કરી ચર્ચા                                                                          
  • બંન્ને દેશો વચ્ચે શેના મુદ્દે થઈ વાતચીત, વાંચો આ અહેવાલ

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન વચ્ચે આજે સોમવારે (5 જૂન) નવી દિલ્હીમાં મુલાકાત થઈ હતી. મહત્વનું છે અમેરિકન સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન આજે (5જૂન) ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન રાજનાથ સિંહે અમેરિકી રક્ષામંત્રીને ચેતવણી આપી હતી કે અમેરિકાએ હથિયારોના મામલે પાકિસ્તાન પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેમણે કહ્યું, “શસ્ત્રોના સંદર્ભમાં પાકિસ્તાન પર અમેરિકાએ ક્યારેય ભરોસો ન કરવો જોઈએ, કારણ કે તે હથિયારો અને ટેક્નોલોજીનો દુરુપયોગ કરી શકે છે જેનાથી વિસ્તારમાં ક્ષેત્રીય અસ્થિરતા ઉભી થઈ શકે છે.”

રાજનાથ સિંહ અને લોયડ ઓસ્ટિન વચ્ચે શું વાતચીત થઈ?

રાજનાથ સિંહ અને લોયડ ઓસ્ટિન વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે બંન્ને દેશોના નૌસૈનિક સહયોગને મજબૂત કરવાની અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઇ સુરક્ષા વધારવાની જરૂરિયાતને માન્યતા આપી હતી. બંને દેશોએ નેવિગેશનની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનની વિશ્વસનીયતા ભારતે ઉઠાવ્યા સવાલો

આ ઉપરાંત, જ્યારે પશ્ચિમી સાધનોના પુરવઠાની વાત આવે ત્યારે ભારતે પાકિસ્તાનની “વિશ્વસનીયતા” વિશેની તેની ચિંતાઓને પુનરાવર્તિત કરી હતી. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે આવા સાધનોનો દુરુપયોગ કરવાનો અને તેને ડાયવર્ટ કરવાનો ઈતિહાસ છે, જે ક્ષેત્રીય સ્થિરતા માટે ખતરો છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રીએ ચીનની સ્થિતિ અંગે શું કહ્યું?

આ દરમિયાન બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે LAC પર ચીનની સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી. અમેરિકી રક્ષા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે બંને દેશો સાથે વાત કરી છે.(ભારત-ચીન) અમારો પૂરો પ્રયત્ન રહ્યો છે કે બંને દેશો વચ્ચે તણાવ ન વધે છે.” આ સાથે ભારતે અમેરિકાને ડિફેન્સ સેક્ટર માટે ભારતમાંથી સોર્સિંગ વધારવા વિનંતી કરી છે, જેથી દેશની આવક વધી શકે.

આ પણ વાંચો: પોપ ફ્રાન્સિસે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક

 

Back to top button