- કંપનીએ લગભગ 4 મહિના પહેલા ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો
- માઇક્રોને જણાવ્યું હતું કે, તબક્કાવાર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
- કેન્દ્ર સરકાર તરફ્થી પ્રોજેક્ટ ખર્ચના 50% આર્થિક સહાય આપવામાં આવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકન સેમિ કંડકટર અને ચિપ બનાવતી કંપની માઈક્રોને ગુજરાતમાં રૂ. 22,500 કરોડ (2.75 અબજ ડોલર)નું રોકાણ કરી સેમિકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીએ પણ પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, માઈક્રોનને સાણંદ GIDCમાં જમીન ફળવણી કરવામાં આવી છે. કંપનીએ લગભગ 4 મહિના પહેલા ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા
માઇક્રોને જણાવ્યું હતું કે, તબક્કાવાર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
માઇક્રોને જણાવ્યું હતું કે, તબક્કાવાર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાનું કામ ટૂંક સમયમાં ચાલુ થઇ જશે અને 2024ના અંત સુધીમાં પ્લાન્ટ કાર્યરત કરવાની અમારી ગણતરી છે. પ્લાન્ટને બનાવવા માટે કંપની અંદાજે રૂ. 6,700 કરોડ (825 મિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ પ્લાન્ટ 5 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો હશે. આ ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં DRAM અને NAND પ્રોડક્ટ્સનું ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બ્લી થશે જેનાથી સ્થાનિક તેમજ વૈશ્વિક માગને પહોચી વળવામાં મદદ મળશે.
કેન્દ્ર સરકાર તરફ્થી પ્રોજેક્ટ ખર્ચના 50% આર્થિક સહાય આપવામાં આવશે
આ પ્લાન્ટને સરકારની મોડિફઇડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) સ્કીમ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ માઈક્રોનને કેન્દ્ર સરકાર તરફ્થી પ્રોજેક્ટ ખર્ચના 50% આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફ્થી પ્રોજેક્ટ ખર્ચના 20% ઇન્સેન્ટિવ સ્વરૂપે સહાય આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માઈક્રોનના રોકાણથી 5000થી વધુ લોકોને સીધી રોજગારી મળશે જયારે 15,000 લોકોને પરોક્ષ રોજગારી મળશે.