ગુજરાતમાં પંચાયત રાજમાં પ્રમુખોને જલસા પડી જશે, હવે ફરવા માટે સરકાર આપશે વધારાનું ભાડું
રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવામા આવ્યો છે. તમામ પંચાયત પ્રમુખને મોંઘવારીમાં રાહત આપવા માટે આ નિર્ણય લેવામા આવ્યો છે. મોંઘવારીના કારણે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવાસ ભથ્થામાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં થયો વધારો
મહત્વનું છે કે રાજ્ય સરકારે વિકાસના કાર્યોની સાથે પદાધિકારીઓને પ્રજા વચ્ચે જવા માટે સતત સૂચના આપી છે. અને તેના માટે યોગ્ય સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. પ્રજા વચ્ચે પ્રવાસ કરવાથી લોકોના પ્રશ્નો અને વાસ્તવિક પરિસ્થિતિઓને રુબરુ સમજીને અને તેનુ નિવારણ લાવી શકાય છે.જેના માટે પદાધિકારીઓને સરકાર દ્વારા પ્રવાસ ભથ્થા પણ ચુકવવામાં આવતા હોય છે. હાલની મોંઘવારીને પદાધિકારીઓમાં મોંઘવારીની ચર્ચા અને ચિંતા વર્તાઈ રહી હતી. ત્યારે રાજ્ય સરકારે પદાધીકારીઓને રાહતના સમાચાર આપ્યા છે.
જાણો હવે કોને કેટલા ચૂકવાશે
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે જિલ્લા પંચાયત પ્રમુખને અત્યાર સુધી પ્રવાસન પેટે રું. 80,000 મળતા હતા, તેની જગ્યાએ નિયમોમાં બદલાવ કરીને હવે તેમને 1 લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ જ રીતે તાલુકા પંચાયત પ્રમુખને રૂ. 40,000 આપવામાં આવતા હતા તેની જગ્યાએ રૂ. 60,000 મળશે. રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારને વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને હવે પ્રમુખના પ્રવાસ ભથ્થાના ખર્ચમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો : રાજકોટ : LRD ભરતીમાં બોગસ કોલ લેટરના આધારે ભરતી કૌભાંડનો પર્દાફાશ, 4ની અટકાયત