ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન’INDIA’તરીકે ઓળખાશે, જાણો આ નામ રાખવા પાછળનું કારણ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષો ભાજપને હરાવવા માટે કમર કસી છે.બેંગ્લુરુમાં થયેલી 26 વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠકમાં 2024ની ચૂંટણી માટે ‘INDIA’ નામના નવા ગઠબંધનનું એલાન કરાયું છે. મહત્વનું છે કે વિપક્ષનું આ ગઠબંધન એનડીએને ટક્કર આપશે.

વિપક્ષી ગઠબંધનના નવા નામનું એલાન

મોદી સરકારનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓની એકતા માટે ચાલી રહેલી કવાયતમાં મહાગઠબંધનના નેતાઓ એક ડગલું આગળ વધી ગયા છે. આ જોડાણને ‘INDIA’ નામ આપવામાં આવ્યું છે. જેનું આખું ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ છે. વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિપક્ષે પોતાના ગઠબંધનનું નામ ‘INDIA’ જ કેમ રાખવામા આવ્યું ?

જાણો ‘INDIA’ નું આખુ નામ

બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. નામો પર ચર્ચા પછી એક પછી એક પક્ષોના નેતાઓ અને પક્ષોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ્સે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ લખ્યું, ‘વિરોધી પક્ષોનું ગઠબંધન ભારતનું પ્રતિબિંબ છે!’

I – Indian
N – National
D – Developmental
I – Inclusive
A – Alliance

રાહુલ ગાંધીએ ‘INDIA’ નામ સૂચવ્યું?

NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે  દાવો કર્યો છે કે ‘INDIA’ નામનું સૂચન રાહુલ ગાંધીએ કર્યું હતું. NCPના જિતેન્દ્ર આવ્હાડએ  ટ્વીટ કર્યું, “રાહુલ ગાંધીએ નામ સૂચવ્યું હતું. તેમની રચનાત્મકતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.”

રાહુલ ગાંધીએ જણાવ્યું નામ રાખવા પાછળનું કારણ

બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી લડાઈ ભાજપની વિચારધારા અને વિચારસરણી સામે છે. તેઓ દેશ પર આક્રમણ કરી રહ્યા છે. બેરોજગારી ફેલાઈ રહી છે. દેશની આખી સંપત્તિ સિલેક્ટેડ લોકો પાસે જાય છે અને તેથી જ જ્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમે એકબીજાને પ્રશ્ન પૂછ્યો કે આ લડાઈ કોની વચ્ચે છે. આ લડાઈ ભાજપ અને દેશની જનતા વચ્ચે છે. આ લડાઈ નરેન્દ્ર મોદી અને ભારત વચ્ચે છેતેમણે વધુમાં કહ્યું કે આ લડાઈ વિપક્ષ અને ભાજપ વચ્ચે નથી. આ દેશની લડાઈ છે. તેથી જ જોડાણનું નામ ભારત રાખવામાં આવ્યું. એનડીએ અને ભારત વચ્ચે લડાઈ છે. બધા જાણે છે કે જ્યારે કોઈ ભારત સામે ઊભું થાય તો કોણ જીતે! રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતનું નામ ચર્ચા દરમિયાન જ સામે આવ્યું. તેમણે કહ્યું કે હવે અમે ‘એક્શન પ્લાન’ તૈયાર કરીશું.

બેઠકમાં અનેક મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા

બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠકમાં આ મહાગઠબંધનને નવું નામ આપવામાં આવ્યું છે. આ નામ‘INDIA’ છે. આ પક્ષો ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુઝિવ એલાયન્સના નામથી એકઠા થયા છે. બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠકનો આજે બીજો દિવસ છે અને અહીં 2024ની રણનીતિ ઘડવામાં આવી હતી. આ સાથે અનેક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે સંકલન માટે 11 સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવશે.

બેઠકમાં વિપક્ષના મોટા નેતાઓ રહ્યા હાજર

જણાવી દઈએ કે કોંગ્રેસના નેતૃત્વમાં બેંગલુરુમાં આ 2 દિવસીય બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, શરદ પવાર, લાલુ યાદવ, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક પક્ષોના વડાઓ હાજર છે.

નામ જાહેર થતા જ ગરમાયું રાજકારણ

વિપક્ષી ગઠબંધનના નવા નામનું એલાન થતા જ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નામ જાહેર થયા બાદ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આરજેડીએ કહ્યું કે હવે બીજેપીને ભારત કહેવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

 આ પણ વાંચો : ખેડા: બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવી અનોખી તરકીબ,પોલીસ પણ જોઈ ચોંકી ગઈ

Back to top button