ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં કથિત પત્રકારે વૃદ્ધને મકાનનો કબજો અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા

Text To Speech
  • આગમ શાહે કહ્યું કે, હું પત્રકાર છું અને કલેક્ટર ઓફિસમાં મારે સારી ઓળખાણ છે
  • આગમ શાહે કલેક્ટર કચેરીનો હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો આપી
  • દીપકભાઈ કલેક્ટર કચેરી જઇને હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો બતાવતા ખોટી હોવાનું સામે આવ્યું

અમદાવાદમાં કથિત પત્રકારે વૃદ્ધને મકાનનો કબજો અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા છે. જેમાં સેટેલાઇટના અશોકનગર ખાતે 62 વર્ષીય દીપકભાઇ ગાંધી રહે છે. તેમના બે પુત્રો પૈકી દર્શન કેનેડામાં અને વંદીશ અમેરિકામાં રહે છે. વર્ષ 2021માં દર્શનના લગ્ન નિધી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ દીપકભાઇ, તેમના પત્ની અને દીકરો દર્શન કેનેડા રહેવા ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વિસ્તારોમાં નવરાત્રિમાં આવશે વરસાદ 

આગમ શાહે કહ્યું કે, હું પત્રકાર છું અને કલેક્ટર ઓફિસમાં મારે સારી ઓળખાણ છે

જો કે, દર્શનની પત્ની નિધી કોઇ કારણોસર કેનેડા રહેવા આવી નહીં અને તે દીપકભાઇના મકાનમાં રહેવા લાગી હતી. વર્ષ 2022માં કેનેડાથી દીપકભાઇ અમદાવાદ તેમના ઘરે આવ્યા ત્યારે પુત્રવધૂ નિધિએ તેમને ઘરમાં પ્રવેશ ન આપીને ઝઘડો કર્યો હતો. દીપકભાઇએ તેમના પરિચીત હાર્દિલ શાહને વાત કરતા તેણે આગમ શાહનો સંપર્ક કરવાનું કહેતા તેને મળ્યા હતા. આગમ શાહે કહ્યું કે, હું પત્રકાર છું અને કલેક્ટર ઓફિસમાં મારે સારી ઓળખાણ છે. કાયદેસરની કાર્યવાહી કરી તમારા મકાનનો કબ્જો તમોને અપાવી દઇશ, તેમ કહીને બીજા દિવસે તેની ઓફિસે મળવા બોલાવ્યા હતા.

આગમ શાહે કલેક્ટર કચેરીનો હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો આપી

આગમ શાહે કહ્યુ કે, મકાનનો કબ્જો અપાવવા માટે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે અને તમારૂ કામ થઇ જશે. તમારે તે માટે એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. દીપકભાઇએ તૈયારી દર્શાવતા ટુકડે ટુકડે રૂપિયા 3.95 લાખ આગમ શાહને આપ્યા હતા. આગમ શાહે કલેક્ટર કચેરીનો હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો આપી હતી. લાંબો સમય થવા છતાં મકાનનો કબ્જો અપાવવા મામલે આગમ શાહ ગલ્લા તલ્લા કરીને વધુ પૈસા માંગતો હતો. દીપકભાઈ કલેક્ટર કચેરી જઇને હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો બતાવતા ખોટી હોવાનું સામે આવ્યું હતું.

Back to top button