ટ્રેન્ડિંગનેશનલવિશેષ

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કાર્યરત થશે અયોધ્યા એરપોર્ટ

Text To Speech
  • જાન્યુઆરી 2024ના છેલ્લા અઠવાડિયામાં શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ
  • ડિસેમ્બર 2023માં કાર્યરત થઈ જશે અયોધ્યાનું વિમાનમથક

2024ના જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા નિર્ધારિત છે ત્યારે તે પહેલાં જ અયોધ્યાનું વિમાનમથક કાર્યરત થઈ જશે તેવી શક્યતા છે. મળતા અહેવાલ મુજબ હાલમાં ટર્મિનલ બિલ્ડિંગ, રનવે તથા એર ટ્રાફિક કંટ્રોલ ટાવર (એટીસી) તૈયાર થઈ ગયા છે અને આગામી બે મહિના પછી, અર્થાત ડિસેમ્બર, 2023માં જ આ વિમાનમથક કાર્યરત થઈ જશે.

વિમાનમથક સંભવતઃ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરીકે ઓળખાશે અને હાલ તેનું 6250 ચોરસ મીટરનું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર છે. હાલની સ્થિતિએ આ ટર્મિનલ બિલ્ડિંગમાં એક સાથે 500 મુસાફરોને હેન્ડલ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની યોજના છે કે એરપોર્ટ કાર્યરત થઈ ગયા પછીના થોડા જ મહિનામાં બીજા તબક્કામાં 30,000 ચોરસ મીટરનું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર કરવું જ્યાં એક સાથે 3200 મુસાફરોને હેન્ડલ કરી શકાય. અયોધ્યામાં હાલ જે વિમાનમથક તૈયાર થયું છે ત્યાં એ-321 પ્રકારના વિમાનોનું ઉડ્ડયન અને ઉતરાણ થઈ શકશે.

કેન્દ્ર સરકારની યોજના છે કે, પ્રારંભમાં અયોધ્યા વિમાનમથકને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદના વિમાનમથકો સાથે સીધી ફ્લાઇટથી જોડવામાં આવશે અને પછીના તબક્કામાં દેશના અન્ય મહાનગરોના વિમાનમથકોને સીધી ફ્લાઇટથી અયોધ્યા સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચોઃ અયોધ્યા ખાતે નિર્માણાધીન શ્રી રામમંદિરમાં મંડપના પાંચ સ્તંભ તૈયાર, કોતરણી-મૂર્તિઓની કામગીરી અંતિમ તબક્કામાં

Back to top button