ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતનાં આ ચાર શહેરોની હવા વધુ પ્રદૂષિત બની

Text To Speech

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરની હવા પ્રદૂષિત બની છે. જેમાં પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે ગ્રાન્ટ ફાળવવી પડે છે. જેમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 ઈન્ડેક્સ છે. ગુજરાતનાં ચાર શહેરોની હવા વધુ પ્રદૂષિત બની છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય 

સુરતમાં 100 અને વડોદરામાં 121 ઈન્ડેક્ષ જોવા મળ્યો

ઔદ્યોગિકરણ અને ધુમાડા ઓકતાં વાહનો સહિતના વિવિધ કારણસર હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80થી 120 ઈન્ડેક્ષ હોય તો એવરેજ નબળી અને 120થી 300 ઈન્ડેક્ષ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે, વર્ષ 2020-21ના અરસામાં વાયુ પ્રદૂષણની સ્થિતિ નબળી રહી હતી, અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 જ્યારે વર્ષ 2021-22ના અરસામાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 ઈન્ડેક્ષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો:  સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો 

ગત વર્ષની સરખામણીએ શહેરોમાં વાયુ પ્રદૂષણની ગુણવત્તા કથળી

આમ ગત વર્ષની સરખામણીએ શહેરોમાં વાયુ પ્રદૂષણની ગુણવત્તા કથળી છે. હવાનું પ્રદૂષણ એટલે આપણી આસપાસની હવામાં હાનિકારક તત્ત્વોની હાજરી હોય છે, વાયુ પ્રદૂષણ ફેલાવવામાં બાંધકામ, ખાણકામ, ઉદ્યોગ એકમોના ધુમાડાં સહિતના કારણો જવાબદાર હોય છે. તાજેતરમાં જ પ્રદૂષિત નદી મામલે પણ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો, જેમાં અમદાવાદની સાબરમતી નદી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકઅદાલતની સરાહનીય કામગારી, એક દિવસમાં 3,58,951 કેસનો નિકાલ કર્યો 

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સામેલ

ગુજરાતનાં ચાર શહેરોની હવા વધુ પ્રદૂષિત બની છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સામેલ છે. ગુજરાતના આ ચારેય શહેરોમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે.

Back to top button