ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરની હવા બની પ્રદુષિત, આ વિસ્તારમાં તો શ્વાસ લેવો પણ ખતરનાક બન્યું

  • પીરાણા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં હવા ખરાબ હોવાનું ખુદ સરકારી ચોપડે નોંધાયું
  • આંતરિક રીતે શરીરમાં આ હવા ખુબ જ નુકસાન કરે છે
  • ગિફ્ટ સિટીમાં હવાના પ્રદૂષણનો આંક 120 AQI છે

અમદાવાદ શહેરની હવા પ્રદુષિત બની છે. જેમાં પિરાણા વિસ્તારમાં તો શ્વાસ લેવો પણ ખતરનાક બન્યું છે. તેમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ 100થી 200 AQI સુધી પહોંચ્યું છે. તથા નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 સાથે બોપલ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ 106 નોંધાયું છે. જેમાં એરપોર્ટ વિસ્તારમાં હવાના પ્રદૂષણનો આંક 120 AQI છે.

ગિફ્ટ સિટીમાં હવાના પ્રદૂષણનો આંક 120 AQI છે

ગિફ્ટ સિટીમાં હવાના પ્રદૂષણનો આંક 120 AQI છે. ત્યારે પીરાણામાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ 156 AQI છે. તથા ચાંદખેડામાં 107 અને રખિયાલનો આંક 162 છે. છેલ્લાં કેટલાક દિવસથી અમદાવાદના પિરાણા, બોપલ, નવરંગપુરા જેવાં વિસ્તારોમાં હવાની સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં હવાનું પ્રદુષણ ગણતરીના દિવસો માટે જ રહેતું હોવાથી લોકોના સ્વાસ્થય પર કોઈ સીધી અસર જોવા નથી મળી પરંતુ આવીને આવી સ્થિતી રહેશે તો અમદાવાદમાં શહેરીજનોએ શ્વાસ લેવો મુશ્કેલી બની શકે છે. અમદાવાદમાં અચાનક હવાનું પ્રદુષણ વધુ એક વખત ભયજનક સ્થિતિ સુધી પહોંચી ગયું હતું.

પીરાણા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં હવા ખરાબ હોવાનું ખુદ સરકારી ચોપડે નોંધાયું

પીરાણા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં હવા ખરાબ હોવાનું ખુદ સરકારી ચોપડે નોંધાયું છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ એટલે કે હવાની શુદ્ધતા દર્શાવતો સૂચકઆંક 200 સુધી હોય, ત્યાં સુધી હવાની ગુણવત્તા મધ્યમ મનાય છે એટલે કે આ હવા શ્વાસ લેવા માટે તો શુદ્ધ નથી જ! અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં હવાની શુદ્ધતા દર્શાવતો આ સૂચકઆંક 150થી વધારે રહ્યો હોવાનું નોંધાયું છે એટલે કે સરકારી પરિભાષા અનુસાર અમદાવાદમાં હવાની ગુણવત્તા ખરાબ હતી.

આંતરિક રીતે શરીરમાં આ હવા ખુબ જ નુકસાન કરે છે

તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વધી રહેલા હવાના પ્રદુષણની સીધી અસર હાલમાં તંદુરસ્ત શહેરીજનોને વર્તાઈ રહી નથી પરંતુ આંતરિક રીતે શરીરમાં આ હવા ખુબ જ નુકસાન કરે છે. શ્વાસ અને હૃદયની બીમારીના દર્દીઓ માટે તો પ્રત્યક્ષ રીતે જ આ હવા આરોગ્યપ્રદ નથી એટલે કે આવા દર્દીઓનું આરોગ્ય વધારે કથળી શકે છે. અમદાવાદમાં હવા શુદ્ધ ન હોય તેવા દિવસોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. પર્યાવરણ માટે પણ આ બાબત જોખમી છે. સામાન્ય શહેરીજનો પણ રાત્રિના સમયે માર્ગો પર નિકળે ત્યારે હવામાં ધુમાડાનું આવરણ જોઈ અને અનુભવી શકે છે.

Back to top button