બનાસકાંઠા : પાલનપુર બાયપાસ રોડને લઈને ૧૫ ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી
- ખોડલા ગામમાં અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા
બનાસકાંઠા 04 ઓગસ્ટ 2024 : પાલનપુર નજીકથી પસાર થતા બાયપાસ રોડને મામલે ખેડૂત આંદોલનની જોર પકડ્યું છે ત્યારે આજે રવિવારે પાલનપુર તાલુકાના ખોડલા ગામે બાયપાસ રોડના અસરગ્રસ્ત 15 ગામડાઓના ખેડૂતો એકત્ર થયા હતા અને બાયપાસ મુદ્દે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુરના જગાણા થી સોનગઢ નીકળતા બાયપાસ રોડના મુદ્દે કેટલાય ખેડૂતોની જમીન જઈ રહી છે. આ બાયપાસ રોડના સંપાદનમાં કેટલાક ખેડૂતો જમીન વિહોણા પણ થઈ રહ્યા છે, ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમાં આજે રવિવારે પાલનપુર તાલુકાના ખોડલા ગામે કુલ 15 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા હતા અને તમામ ખેડૂતો એક થઈ સરકારને મીડિયા દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી અને 30 મીટર (૧૦૦ફૂટ)નો રોડ બનાવવા વિનંતી કરી હતી.
જો આ બાયપાસ રોડના સંપાદનમાં 100 મીટર જગ્યા લેવામાં આવશે તો તમામ ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી જરૂર પડે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. આમ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ એક થઈ તેમની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી.
આ પ્રસંગે પાલનપુરના લક્ષ્મીબેન કરેણ મોતીભાઈ પાલજા, ખેડૂત આગેવાન ભેમજીભાઈ ચૌધરી, કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ લોહ સહિત ખેડૂત આગેવાનો તેમજ 15 ગ્રામના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, અને બાયપાસ મુદ્દે 100 ફૂટ બાયપાસ નહિ કરવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉતારી હતી.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદોઃ પત્નીને કોઈપણ સંજોગોમાં ભરણપોષણ તો આપવું જ પડશે