- ભરૂચ રેલવે સ્ટેશનને મળશે નવુરૂપ
- રૂ.34 કરોડના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન બનશે
ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 88 વર્ષથી મુંબઈ-અમદાવાદ-દિલહી વચ્ચે કાર્યરત છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે.
આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ: રાજ્યમાં ફરી અદાણી CNGના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે
દેશના 500 થી વધુ સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 ઓગસ્ટે દેશના 500 થી વધુ સ્ટેશનોનો અમૃત સ્ટેશન યોજના હેઠળ રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરવાના છે. જેમાં વડોદરા ડિવિઝનના ભરૂચ, કરજણ, વિશ્વામિત્રી સહિત 6 સ્ટેશનોનો સમાવેશ થાય છે. ભરૂચમાં દહેગામમાં રૂ.65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સુજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે 100 વર્ષ બાદ ભરૂચનું ઐતિહાસિક સ્ટેશન રૂ.34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે.
ભરૂચનું હાલનું સ્ટેશન હવે આધુનિક સુવિધાથી સજ્જ હશે
બ્રિટિશ રાજમાં બ્રોચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે.સ્ટેશનની ઇસ્ટ અને વેસ્ટ બંને એન્ટ્રી ભવ્ય સાથે, એલિવેટર, એસકેલેટર, એસી વેઇટિંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા ફૂટ ઓવર બ્રિજ સહિતના અન્ય નવા આકર્ષણો નવા સ્ટેશનમાં આગામી સમયમાં જોવા મળશે.સ્ટેશનના રી-ડેવલોપમેન્ટને લઈ વડોદરા રેલવે ડિવિઝન મેનેજર જીતેન્દ્ર સિંહે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે બેઠક પણ યોજી હતી. તો ગુરૂવારે કલેક્ટરલય ખાતે કાર્યકમના આયોજન અંગે બેઠક પણ મળનાર છે.
આ પણ વાંચો : નૂહમાં હિંસા બાદ બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે SCમાં અરજી