ટ્રેન્ડિંગનેશનલ

સહમતિથી સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ, હાઈકોર્ટે કેન્દ્વને કર્યું સૂચન

  • હાઈકોર્ટે 2020ના કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રને આપી સલાહ.
  • મેઘાલય હાઈકોર્ટ પણ અગાઉ કરી ચૂકી છે સુચન.
  • ઈન્ટરનેટના યુગમાં બાળકો ઝડપથી યુવાન બની રહ્યા છે: ગ્વાલિયર બેન્ચ

આજના યુગમાં ઈન્ટરનેટનો વપરાશ ઘણો બધો વધી ગયો છે. 5Gના જમાનામાં બાળકો ઈન્ટરનેટ જોઈને ઝડપથી યુવાન અને સમજદાર બની રહ્યા છે. આથી છોકરા-છોકરીઓ વચ્ચે પરસ્પર સહમતીથી જાતીય સંબંધ બાંધવાની વય 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ તેમ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.

કિશોરો ઝડપથી વિકાસ કરી રહ્યા છે અને વધુ સ્માર્ટ બની રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલા ક્યારેક તેમના ભવિષ્યને અંધકારમાં મૂકી દે છે. ઘણા કિશોરો અને યુવકો પીડિતાની 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે સંબંધ બાંધે છે. આ પછી પોલીસ તેમની સામે પોક્સો એક્ટ અને બળાત્કાર જેવા ગુના નોંધે છે. છોકરાઓને વિજાતીય પ્રત્યેના આકર્ષણના કારણે બનેલા સંબંધોમાં દોષિત ગણવામાં આવે છે, જ્યારે તેઓ અજ્ઞાનતાથી કાર્ય કરે છે. જેના કારણે ઘણા કિશોરો અન્યાયનો ભોગ બને છે.

હાઈકોર્ટે 2020ના કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રને આપી સલાહ:

હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ સલાહ આપી હતી. ગ્વાલિયરના થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાહુલ જાટવ વિરુદ્ધ 14 વર્ષની બાળકી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ આ કેસમાં 17 જુલાઈ 2020થી જેલમાં છે. પીડિત યુવતી અભ્યાસ માટે રાહુલના કોચિંગ સેન્ટરમાં જતી હતી. જ્યારે તે 18 જાન્યુઆરી, 2020 ના રોજ કોચિંગ માટે ગઈ ત્યારે ત્યાં કોઈ નહોતું. ત્યાં હાજર રાહુલે તેને જ્યુસ પીવડાવ્યો, જેના પછી યુવતી બેહોશ થઈ ગઈ. આ પછી રાહુલે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને વધુ અશ્લીલ વીડિયો બનાવ્યો.

મેઘાલય હાઈકોર્ટ પણ અગાઉ કરી ચૂકી છે સુચન: 

મેઘાલય હાઈકોર્ટ પછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પણ સરકારને સહમતીથી સેક્સ અંગેની વય ઘટાડવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે પણ 2022માં સંસદને સગીર વયે સંમતીથી જાતીય સંબંધો બાંધવા અંગેની વયના મુદ્દા પર પુનઃ વિચારણા કરવા ભલામણ કરી હતી. પોક્સો એક્ટના કારણે વિજાતીય આકર્ષણથી સંમતિથી જાતીય સંબંધો બાંધવા છતાં છોકરાઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી, તરત સરેન્ડરનો કર્યો આદેશ

Back to top button