અમદાવાદટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

અફઘાનિસ્તાનનો બેટ્સમેન અમદાવાદની સડકો પર ગરીબોની મદદ કરતો જોવા મળ્યો, વીડિયો વાયરલ

Text To Speech
  • અફઘાનિસ્તાનનો બેટ્સમેન ગુરબાઝ અમદાવાદની સડકો પર ગરીબોની મદદ કરતો જોવા મળ્યો
  • શશિ થરૂર પણ આ વીડિયો જોઈ ખુશ થયા અને ટ્ટિટ કરી કર્યા વખાણ 

અમદાવાદ: અફઘાનિસ્તાનની મેચ પતાવ્યા પછી રાત્રીના સમયે અમદાવાદના રસ્તા પર અફઘાનિસ્તાનનો બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ રસ્તા પર સુતેલા ગરીબ પરિવારની મદદ કરતા નજરે ચડ્યા હતા. જેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને કોંગ્રેસ નેતા શશિ થરુરે પણ જોયા બાદ અફઘાનિસ્તાનના બેટ્સમેનના વખાણ કર્યા છે અને વખાણની સાથે પોતાના ટ્વિટર પર વીડિયો અપલોડ કર્યો છે.

 

  • અફઘાનિસ્તાનનો બેટ્સમેન ગુરબાઝ અમદાવાદની ગલીઓમાં સવારે 3 વાગ્યે ફૂટપાથ પર સૂતેલા બેઘર લોકોને પૈસા વહેંચતો જોવા મળ્યો હતો. તે કંઈ પણ બોલ્યા વગર સૂતેલા બેઘર લોકોની પાસે પૈસા મુકીને ચાલતો થાય છે. આ વીડિયો અમદાવાદના એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. આ દર્શાવે છે કે ગુરબાઝ માત્ર એક સારો બેટ્સમેન નથી, પરંતુ તે એક માણસ પણ છે.

રહેમાનુલ્લા ગુરબાઝના કોંગ્રેસ નેતા શશિ થરુરે કર્યા વખાણ

શશિ થરૂરે ગુરબાઝનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, ‘અફઘાન બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે તેની છેલ્લી મેચ બાદ અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા લોકો પ્રત્યે દયા બતાવીને અદ્ભુત કામ કર્યું. આ તેમણે ફટકારેલી સદીથી કંઈ ઓછુ નથી.

આ પણ વાંચો: IND vs NED: ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું, ઐયર-રાહુલની સદી, બોલરોએ કરી કમાલ

Back to top button