- બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપી કોલેજ બંધ કરવા માટે પત્ર લખ્યો
- અમારી કોલેજનું બિલ્ડિંગ 60 વર્ષ જૂનું અને જર્જરિત
- ગત વર્ષે 3 કોલેજોએ બંધ કરવા અરજી કરી હતી
અમદાવાદ શહેરની એક ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા સંચાલકોએ યુનિ.ને પત્ર પાઠવ્યો છે. ગત વર્ષે 3 કોલેજોએ બંધ કરવા અરજી કરી હતી પરંતુ યુનિ.એ સ્વીકારી નહોતી. જેમાં કોલેજ બંધ કરવા માટે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: WHOની ચેતવણી, શુગર ફ્રી પ્રોડક્ટ ઝેર સમાન ગણાય
બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપી કોલેજ બંધ કરવા માટે પત્ર લખ્યો
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી શહેરની પી.ટી. ઠક્કર ગ્રાન્ટેડ કોલેજ દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ કોલેજ બંધ કરવા માટે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ કોલેજના સંચાલકોએ ગત વર્ષે પણ બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપી કોલેજ બંધ કરવા માટે પત્ર લખ્યો હતો. પરંતુ રજૂઆત પહેલા યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાં હોવાથી કોલેજ બંધ કરવાની અરજી સ્વીકારવામાં આવી નહોતી.
અમારી કોલેજનું બિલ્ડિંગ 60 વર્ષ જૂનું અને જર્જરિત
જોકે આ વખતે વિદ્યાર્થીઓના પ્રવેશ ફાળવાય એ પહેલા સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ વખતે પ્રવેશ શરૂ થાય એ પહેલા પી.ટી.ઠક્કર કોલેજના સંચાલકોએ રજૂઆત કરી છે કે, અમારી કોલેજનું બિલ્ડિંગ 60 વર્ષ જૂનું અને જર્જરિત છે. કોલેજ બંધ કરવા માટે ગત વર્ષે અરજી કરી હતી. પરંતુ અરજી સ્વિકારાઈ નહોતી. એટલુ જ નહી, ગત વર્ષની રજૂઆત હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.