ઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

અતિવૃષ્ટિને પગલે અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્ર ખડેપગે

Text To Speech
  • અરવલ્લી જિલ્લામાં હેલોદર- રંભોલા મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કર્યો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રે

અરવલ્લી, 27 ઓગસ્ટ: હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થઈ રહી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીમાં હેલોદર- રંભોલા મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી.

આ ઘટનાની જાણ થતા જિલ્લાના અધિકારીઓ અને તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર

વડોદરા તેમજ મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ઉલ્લેખનીય છે કે આણંદ, ખેડામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ પંચમહાલ, વડોદરા તેમજ મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદથી એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ગંભીર સ્થિતિઃ શાળા-કૉલેજો, ટ્રેનો અંગે અગત્યના સમાચાર

Back to top button