વડાપ્રધાનના આગમનને લઈને અંબાજીમાં તડામારથી તૈયારીઓ શરુ કરાઈ


બનાસકાંઠા, અંબાજીના ચીખલા ખાતે વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજી માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. સભા બાદ લાખોની પ્રજાને પણ સંબોધશે. વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે પીએમ મોદી સહિત અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ચીખલા ખાતે તંત્રએ તૈયારીઓ શરુ કરી દિધી છે.

વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો
જેને લઈને પ્રથમ વખત જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમનો વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
વિશાળ મંડપની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ મંડપમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે, વિશાળ મંડપની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ મંડપમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે.

વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના કરશે દર્શન
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી ફરીએક વાર (PM Modi Gujarat Visit) ગુજરાત મુલાકાતે આવવાના છે.5 દિવસના પ્રવાસમાં તેઓ 12 જન સભાને સંબોધન કરશે.આગામી 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ સમય દરમિયાન નવરાત્રિ છે. ત્યારે નવરાત્રીમાં વડાપ્રધાન યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન પણ કરશે. 30 સપ્ટેમ્બરે તેઓ બનાસકાંઠાના ચીખલા ખાતે વિશાળ જંગી સભા પણ યોજવાના છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં કરવામાં આવતી કન્યા પૂજા, જાણો મહત્વ!