આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા 7 ડોક્ટરોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી


- આરોગ્ય હેલ્થ સેન્ટરોમાં ગેરહાજર રહેતા ડોક્ટરોની યાદી આવી
- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું
- આરોગ્ય કેન્દ્ર ખાતે CDHO ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રો ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા સાત ગુલ્લીબાજ ડોક્ટરોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય કેન્દ્ર ખાતે CDHO ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે CDHO ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી. જેમાં સાત જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરો ગેરહાજર જોવા મળ્યા હતા. જેથી તંત્ર દ્વારા ગુલ્લીબાજ સાતેય ડોક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય હેલ્થ સેન્ટરોમાં ગેરહાજર રહેતા ડોક્ટરોની યાદી આવી
જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આવેલા આરોગ્ય હેલ્થ સેન્ટરોમાં ગેરહાજર રહેતા ડોક્ટરોની યાદી આવી હતી. આ પછી ગેરહાજર રહેતા ડોક્ટર સામે એક્શન લેવા માટે તંત્રને સૂચના આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોની હત્યા થયાની ઘટના