ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશવા અંગે અદાણી જૂથે કરી આ સ્પષ્ટતા

Text To Speech
એશિયાના સૌથી અમીર અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ટેલિકોમ સેક્‍ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ છે. ટેલિકોમ સેક્‍ટરમાં વર્ચસ્‍વ જમાવવા માટે અદાણી કંપની નવી યોજના બનાવી રહી છે. ત્યારે આ અંગે આજે અદાણી જૂથે કેટલીક સ્પષ્ટતા કરી છે કે તેઓ હાલ માત્ર હરરાજીમાં ઉભા રહેવાના છે. તેઓ હરીફાઈમાં ઉતરી પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપવાના છે.
શું સ્પષ્ટતા કરી અદાણી જૂથે ?
અદાણી જૂથે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભારત નેક્સટ જનરેશન 5 જી સેવાઓ જાહેર લિલામી મારફત ખુલ્લી મૂકવા તૈયારીઓ કરી રહ્યું છે. આ ખુલ્લી બિડીંગ પ્રક્રિયામાં અનેક અરજદારો પૈકીના અમે એક છીએ. અમે એરપોર્ટ, પોર્ટસ અને લોજીસ્ટીક્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને વિવિધ ઉત્પાદન કામગીરીઓ સહિતના ક્ષેત્રમાં વધુ સાયબર સિક્યોરીટી સાથે પ્રાઈવેટ નેટવર્ક સોલ્યુશન્સ પુરું પાડવા અમે 5 જી બિડીંગમાં ભાગ લઇ રહ્યા છીએ.
અદાણી ફાઉન્ડેશનના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સેવાના કાર્યોને થશે ફાયદો
વધુમાં તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો ઓપન બિડીંગમાં અમોને 5 જી સ્પેકટ્રમની ફાળવણી થશે તો અમે અદાણી ફાઉન્ડેશનના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૌશલ્ય વિકાસના વ્યાપને વધારવા કરેલી જાહેરાતને 5 જી ટેકનોલોજીથી ફાયદો થશે. વધુમા અમે સુપર એપ્સ, અદ્યતન ડેટા સેન્ટર્સ તેમજ ઈન્ડસ્ટ્રી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સનું નિર્માણ કર્યુ છે ત્યારે અમારા સમગ્ર વ્યવસાયોમાં હાઇ ફ્રિકવન્સી અને લો લેટન્સી 5 જી નેટવર્ક મારફત  અલ્ટ્રા હાઇ ક્વોલીટી ડેટા સ્ટ્રીમિંગની  ક્ષમતાની જરુર પડશે. રાષ્ટ્ર નિર્માણની અમારી ફિલોસોફી અને આત્મ નિર્ભર ભારતને પીઠબળ આપવાના અમારા ધ્યેય સાથે સંલગ્ન છે.
Back to top button