કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

તોડકાંડના આ આરોપીની તબિયત લથડી, સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયો

Text To Speech
  • તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવાની તબિયત લથડી
  • બ્લડ પ્રેશરની તકલીફ અને હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયી હતા
  • આરોપી હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યના ચકચારી તોડકાંડના આરોપી ધનશ્યામ લાધવાની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ ધનશ્યામ લાધવાને બ્લડ પ્રેશર વધતા ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘનશ્યામ લાધવાની તબિયત લથડી

માહિતી અનુસાર, તોડકાંડમાં સંડોવાયેલા આરોપી ઘનશ્યામ લાધવાની ગત મોડી રાતના તબિયત લથડી હતી. ઘનશ્યામ લાધવાની અચાનક બગડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે.ઘનશ્યામ લાધવાને બ્લડ પ્રેશરની તકલીફ અને હૃદયના ધબકારા અનિયમિત થઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ઘનશ્યામ લાધવાને પહેલા ICU માં સારવાર હેઠળ ખસેડાયો હતો. અને પછી તેની તબિયતમાં સુધારો થતા હાલ પ્રિઝનર વોર્ડમાં સારવાર લઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તોડકાંડ-humdekhengenews

આરોપીને મેડિકલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો

ડમીકાંડ અને તોડકાંડ મામલે ભાવનગર પોલીસ તપાસ તેજ કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા કાર્યવાહી કરી રહી છે. ત્યારે યુવરાજ સિંહની સાથે આ કાંડમા સામેલ ઘનશ્યામ લાધવાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અને હાલ ઘનશ્યામ લાધવા પોલીસ રિમાન્ડ હેઠળ છે. એવામાં ગતરોજ રાત્રિના સમયે ઘનશ્યામ લાધવાની અચાનક તબિયત લથડતા તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાણકારી મુજબ ઘનશ્યામનું બ્લડ પ્રેશર વધી ગયું હતું જેથી તેને આઈ.સી.યુ.માં રાખી સારવાર કરવામાં આવી રહી હતી. હાલ તબિયત સુધારા પર અને સ્થિર જણાતા તેને મેડિકલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચેતવણીરુપ કિસ્સો : વરઘોડામા ઘોડાએ લાત મારતા માસુમ બાળકનું મોત

Back to top button