યુવતીઓ સાથે દોસ્તી કરી તેમનો ડીપફેક વીડિયો બનાવતો આરોપી ઝડપાયો
- બિહારનો એક શખ્સ પહેલા સગીર છોકરીઓને ફસાવતો હતો
- છોકરીઓ સાથે મિત્રતા કર્યા બાદ ડીપ ફેક એપ દ્વારા તેમના ફોટા અને વીડિયોને અશ્લીલ વીડિયોમાં કન્વર્ટ કરતો હતો
- આરોપી તે વીડિયો મોકલીને યુવતીઓને બ્લેકમેલ કરતો હતો
ઝારખંડ, 26 નવેમ્બર: ઝારખંડ પોલીસે બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક ડીપ ફેક એપનો ઉપયોગ કરીને છોકરીઓની અશ્લીલ તસવીરો અને વિડીયો બનાવતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ને છોકરીઓને બ્લેકમેલ કરતો હતો. આ વ્યક્તિ અમીર હોવાનો ડોળ કરીને ઇન્ટાગ્રામ પર કોલેજની છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો અને પછી તેમના ફોટા અને વીડિયોને નકલી બનાવતો હતો.
રાંચી સિટીના એસપી રાજકુમાર મહેતાએ જણાવ્યું કે, રાંચીની એક કોલેજની સગીર છોકરીઓએ આ સમગ્ર ઘટના અંગે તેમને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ અંગે એક વિશેષ ટીમ બનાવી અને વિવેક કુમાર શાહ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીના મોબાઈલમાંથી અનેક યુવતીઓની અશ્લીલ તસવીરો અને વીડિયો મળી આવ્યા છે. પોલીસે આરોપીને પકડવા માટે સાયબર સેલની મદદ લીધી હતી.
રાંચી પોલીસે લાલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે આરોપીના મોબાઈલ ફોનમાંથી રાંચીની એક કોલેજની સગીર વિદ્યાર્થિનીઓ અને અન્ય ઘણી છોકરીઓના વાંધાજનક વીડિયો અને ફોટા કબજે કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સતત આવા ગુનાઓ કરતો હતો અને સગીર કોલેજીયન યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો.
ડીપ ફેક એપ શું છે?
આ એપ તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં હેડલાઇન્સ બની છે. વાસ્તવમાં ડીપ ફેક એપ એક એવી એપ છે જેની મદદથી તમે કોઈપણ વ્યક્તિના ફોટા અને વીડિયોમાં તમારી પસંદના કોઈપણ વ્યક્તિના ફોટા અથવા વીડિયો ઉમેરી શકો છો. આ એટલા વાસ્તવિક છે કે તેમને પહેલીવાર જોયા પછી કોઈ સમજી શકતું નથી. તેની પરવાનગી વગર કોઈ બીજાના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરવો એ આઈટી એક્ટ મુજબ મોટો ગુનો છે.
આ પણ વાંચો, મુંબઈ 26/11 હુમલાને આજે 15 વર્ષ પૂર્ણ : 10 આતંકીઓ દ્વારા 60 કલાકનો આતંક અને અંધાધૂંધ ગોળીબાર