ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી બની મહાઠગે લાખો રૂપિયા પડાવ્યા

  • આગામી દિવસોમાં પણ ગઠીયા વિરૂદ્ધમાં હજુ પણ છેતરપિંડીના ફરિયાદો નોંધાઇ શકે છે
  • નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
  • તમારી બદલીઓ કરાવવી હોય અથવા કંઇપણ કામ હોય તો કહેજો તેવી લાલચો આપતો

અમદાવાદમાં નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી બની મહાઠગે લાખો રૂપિયા પડાવ્યા છે. જેમાં સાઉથ બોપલનો રૂપેશ દોશી બદલી કરાવવાની અને કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપતો હતો. ઓફિસર જેવી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી સરકારી કર્મીઓ પાસે બધા કામ મફતમાં કરાવતો હતો. જેમાં AMCના અધિકારીએ ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, રસ્તા પર વેચાતા પીણા જોખમી

નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ઇસનપુરના મહાઠગ કિરણ પટેલ PMOમાં અધિકારીની ઓળખ આપીને કાશ્મીરમાં VVIP સગવડો મેળવી હતી. તે પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યા બાદ તેની પોલ ખુલી હતી. આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. સાઉથ બોપલનો ગઠીયો સરકારી કર્મચારીઓ, હોટલના માલિકો અને પ્રાઇવેટ વ્યકિતઓને મળીને પોતે રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસર છે તેમ કહીને સંબંધ કેળવીને લોભામણી લાલચો આપતો હતો. જે બાદ ગઠીયો સરકારી કર્મચારી, હોટલના માલિકો પાસે જમવાની સગવડ કરાવતો અને ટેક્સીઓ બુક કરાવીને ફરતો હતો. આ અંગે AMCના એક અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આગામી દિવસોમાં પણ ગઠીયા વિરૂદ્ધમાં હજુ પણ છેતરપિંડીના ફરિયાદો નોંધાઇ શકે છે

આગામી દિવસોમાં પણ ગઠીયા વિરૂદ્ધમાં હજુ પણ છેતરપિંડીના ફરિયાદો નોંધાઇ શકે છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ જણાવ્યું કે, આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે અને તેણે કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસરનો ક્યાં ક્યાં ખોટો ઉપયોગ કર્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે. સાઉથ બોપલના રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી તેના પરિવારજનો સાથે રહે છે. રૂપેશનો પુત્ર આઇટી કંપનીમાં નોકરી કરે છે. રૂપેશ ઉર્ફે વિષ્ણુ કલાસ-1 ઓફિસર હોય તેવી બોડી લેંગ્વેજ ધરાવતો હતો. જેથી રૂપેશે પોતાની ઈમેજનો લાભ લઇને છેલ્લા પાંચ વર્ષથી સરકારી અધિકારી, કર્મચારીઓને મળીને પરિચય કેળવતો હતો. બાદમાં રૂપેશ તમારી બદલીઓ કરાવવી હોય અથવા કંઇપણ કામ હોય તો કહેજો એટલે ઝડપથી થઇ જશે તેવી લોભામણી લાલચો આપતો હતો.

Back to top button