કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના, 4 લોકોના મોત 6 ઘાયલ

Text To Speech

રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ મલિયાસણ ગામ નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ગતરોજને મોડી રાતે ઈકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રી દરમિયાન ઈકો કારના ચાલકે પોતાનો કાબુ ગુમાવાતા ડમ્પર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા તેમજ 6 લોકોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 અકસ્માતની ઘટના-HUM DEKHENGE NEWS
અકસ્માતની ઘટના

આ પણ વાંચો: જૂનાગઢ પૂર્વ MLAની કારને નડ્યો અકસ્માત, કોંગ્રેસના બે નેતા થયા ઘાયલ

અકસ્માતમાં 4ના મોત

રાજકોટ નજીક આવેલ માલીયાસણ ગામ ખાતે રાત્રીના 10:00 વાગ્યાની આસપાસ ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર ડમ્પર ની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અને ઇકોમાં સવાર 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા તેમજ 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમજને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક (નં- જીજે 03 બીડબ્લ્યુ 0335) અને ઇકો કાર (નં- જીજે 03 કેસી 2269) વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે.

Back to top button