તો અમે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવીશુંઃ આપ નેતા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. આમ આદમી પાર્ટી (AAP) એ આશંકા વ્યક્ત કરી છે કે તેમની ધરપકડ થઈ શકે છે. એક ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવ્યું કે જો આવું કંઈક થાય તો પાર્ટી શું કરશે, AAP નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો BJP દરેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માંગતી હોય તો સરકાર જેલની અંદરથી ચાલશે. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ત્યારે આપ નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપ ઈચ્છે છે કે, પાર્ટીના તમામ લોકોને જેલ ભેગા કરવામાં આવે છે.
#WATCH | On ED summons to Delhi CM Arvind Kejriwal, AAP leader and Delhi Minister Saurabh Bharadwaj says, “Now it is disclosed that whoever can be an obstacle for the BJP, they and their party leaders would be sent to jail, one way or another. PMLA is a law in which anyone can be… pic.twitter.com/11ewVRYla6
— ANI (@ANI) November 1, 2023
નોંધનીય છે કે, AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં પહેલાથી જ જેલમાં છે. તેમના સિવાય પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ જેલમાં છે. EDએ કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ AAP નેતા સૌરભ ભારદ્વાજનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જે કોઈ ભાજપ માટે અવરોધ બનશે તેને કોઈને કોઈ રીતે જેલમાં મોકલવામાં આવશે. PMLA એવો કાયદો છે જેના હેઠળ કોઈને પુરાવા વિના ધરપકડ કરી શકાય છે અને વર્ષો સુધી જેલમાં મોકલી શકાય છે. જ્યારે આખો દેશ આ જોઈ શકે છે તો કોર્ટ કેમ સમજી શકતી નથી? એક પછી એક તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે તે તમામ અદાલતો જોઈ શકતી નથી. આવા સમયે અમને કોર્ટ પાસેથી એટલી જ આશા છે કે તે કાયદાનો દુરુપયોગ અટકાવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 2 નવેમ્બરે દિલ્હીના CM કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દિલ્હી કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થયા બાદ એજન્સી તેમનું નિવેદન રેકોર્ડ કરશે. આ પહેલીવાર છે જ્યારે EDએ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એપ્રિલમાં આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની પૂછપરછ કરાઈ હતી. EDએ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કેજરીવાલના નામનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે આરોપી આમ આદમી પાર્ટી (AAP) નેતા હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની તૈયારી અને અમલીકરણમાં સામેલ હતો. કેજરીવાલના સંપર્કમાં છે.
આ પણ વાંચો: AAP સરકારે બોલાવેલી બેઠકમાં અધિકારીઓ હાજર ન રહેતા મામલો પહોંચ્યો કેજરીવાલ સુધી