ટ્રેન્ડિંગનેશનલ

8મું પાસ યુવકના 10 લેડી કોન્સ્ટેબલ સાથે હતા સંબંધો, ધોકાથી દિલ જીતીને લાખો રૂપિયાની કરી છેતપીંડી

Text To Speech

બરેલી, ૬ સપ્ટેમ્બર, બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસે લખીમપુરમાંથી રાજન શર્મા નામના એક યુવકની અનેક લેડી કોન્સ્ટેબલો સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને લાખો રૂપિયાની કમાણી પણ કરી છે આરોપી આખો દિવસ પોલીસની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરતો હતો.

બરેલીમાં 8મું પાસ નકલી કોન્સ્ટેબલે લગ્નના બહાને 10 મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પોલીસની વેબસાઈટ પરથી મહિલા પોલીસકર્મીઓના ફોટા અને માહિતીની ચોરી કરતો હતો. આ પછી તે તેમને ફસાવતો હતો.

બરેલી પોલીસે એક એવા દુષ્ટ વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોલીસનો યુનિફોર્મ પહેરીને અત્યાર સુધીમાં લગભગ એક ડઝન મહિલા કોન્સ્ટેબલને લગ્નના બહાને પોતાનો શિકાર બનાવ્યો છે. એટલું જ નહીં તેણે આ તમામ મહિલા કોન્સ્ટેબલો સાથે બે કરોડથી વધુની છેતરપિંડી કરી છે. તેણે મહિલા કોન્સ્ટેબલ સાથે પણ લગ્ન કર્યા છે. બરેલી કોતવાલી પોલીસે સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસેથી આરોપીની ધરપકડ કરી છે. એસપી સિટી રાહુલ ભાટીએ આ વાતની પુષ્ટિ કરી છે. આરોપી માત્ર 8મું પાસ હતો.

ભાટીએ જણાવ્યું કે, આરોપી પોલીસની સત્તાવાર વેબસાઇટ પરથી મહિલા પોલીસકર્મીઓનો ડેટા કાઢતો હતો. તેને ખબર હશે કે મહિલા પોલીસકર્મી ક્યાં તૈનાત છે. તે પોલીસ હોવાનો ડોળ કરતો હતો અને પોલીસનો યુનિફોર્મ પહેરેલો હોવાના ફોટા મોકલીને લગ્નના બહાને તેઓને ફસાવતો હતો. આરોપીએ તેના નિવેદનમાં અત્યાર સુધીમાં 8-10 ઘટનાઓની કબૂલાત કરી છે. રાજન વર્મા સામે અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. તેણે મુખ્યત્વે મહિલા પોલીસકર્મીઓને જ નિશાન બનાવ્યા હતા. તે લગ્નના બહાને તેમની સાથે છેતરપિંડી કરતો હતો. બરેલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં એક મહિલા પોલીસકર્મીને પણ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

પોતાના ઓળખીતા લોકો પાસેથી વાતચીત કરીને લખનૌ પોલીસકર્મીઓના આધાર કાર્ડ અને પેન કાર્ડ લઈને બેન્કથી લોન પણ કરાવતો હતો. આરોપી રાજન વર્મા લખીમપુર ખીરીનો રહેવાસી છે. મહિલા પોલીસકર્મીઓએ પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે સંબંધ બાંધતો હતો.

આ પણ જૂઓ: નશામાં ધૂત પેસેન્જરે 30 હજાર ફૂટની ઊંચાઈએ મચાવ્યો હંગામો, વીડિયો થયો વાયરલ

Back to top button