દુનિયાના એ 6 શહેર જ્યાં મળશે સૌથી સસ્તી હોટલ, ભારતનું એક શહેર પણ સામેલ
- દુનિયાના કેટલાક શહેર એવા છે જ્યાં સસ્તી હોટલ મળી આવે છે. જો તમે વિદેશમાં ફરવા ઈચ્છતા હો તો તેનો લાભ લઈ શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ તો ત્યાંની રોકાવાની વ્યવસ્થા અંગે સૌથી પહેલા જાણકારી મેળવીએ છીએ. કયા લોકેશન પર કેટલા રૂમ છે, કેવી ફેસિલિટી છે અને છેલ્લે તે કેટલા પૈસામાં મળશે તે સૌથી વધુ અગત્યનું છે. દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જેના માટે પૈસા સૌથી ઉપર આવે છે, એટલે કે તેઓ સસ્તી હોટલને પ્રેફરન્સ આપે છે. આ એક સર્વેમાં બહાર આવેલી વાત છે. તો જાણો દુનિયાની કેટલીક સસ્તી હોટલ વિશે, જેનો તમે તમારી વિદેશ યાત્રા દરમિયાન લાભ લઈ શકો છો.
ડોન થાની, થાઈલેન્ડ
ડોન થાની થાઈલેન્ડનું ચોથું સૌથી મોટું શહેર છે, અહીં તમે ચાઈનીઝ ગેટ, નોંગ પ્રાઝક પાર્ક જેવી જગ્યાઓ પર ફરી શકો છો. અહીંની હોટલની કિંમત 2000થી 2500ની વચ્ચે છે. તમે ઓક્ટોબરથી એપ્રિલ સુધી ત્યાં મુલાકાત લઈ શકો છો.
સુરબાયા, ઈંડોનેશિયા
સુરબાયા ઈંડોનેશિયાનું સૌથી સુંદર શહેર છે. અહીં તમે Pasar એટમ માર્કેટમાં ફરીને ઈંડોનેશિયાની ટ્રેડિશનલ ક્રાફ્ટની મજા માણી શકો છો. ખાવા પીવાના શોખીનો માટે આ શહેર સ્વર્ગ સમાન બની રહેશે. અહીં હોટલનું ભાડું 3200થી 3300 જેવું છે.
હ્યૂ, વિયેતનામ
હ્યૂ શહેર પોતાના ઈતિહાસ અને સંસ્કૃતિ માટે ફેમસ છે. અહીંના મહેલ અને મંદિર યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં આવે છે. શહેરની વચ્ચે પરફ્યૂમ નદી પણ આવે છે. અહીં હોટલનું ભાડું 3500 રુપિયાની આસપાસ છે.
કુચિંગ, મલેશિયા
બોરનેઓ દ્વીપ પર આવેલું કુચિંગ પોતાની કળા અને સંસ્કૃતિ માટે ફેમસ છે. અહીંનું મુખ્ય બજાર સ્ટ્રીટ અને સંડે માર્કેટ માટે જાણીતું છે. અહીંની હોટલનું ભાડું 4000 રૂપિયા છે.
lloilo, ફિલિપાઈન્સ
આ શહેર ફિલિપાઈન્સનું સુંદર શહેર છે, જે અનેક દ્વિપથી ઘેરાયેલું છે. અહીં દર સાત વર્ષમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અહીં હોટલનું ભાડુ 4100 રુપિયા આસપાસ છે. અહીં તમે એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે ફરી શકો છો.
બેંગલુરૂ
બેંગલુરુમાં પણ સસ્તી હોટલ્સ મળી જાય છે. આ શહેર પ્રાચીન અને આધુનિક વસ્તુઓનું સુંદર મિશ્રણ છે. અહીં તમે મજેસ્ટિક બેંગલુરુ પેલેસ, 16મી સદીમાં બનેલું નંદી મંદિર જોઈ શકો છો. અહીં હોટલનું ભાડું 4500 રુપિયા આસપાસ છે.
આ પણ વાંચોઃ દુબઈની આ જગ્યાઓ ન કરતા મિસ, જાણો ત્યાં જવાનો બેસ્ટ ટાઈમ?