ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મ માટે બનાવી 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ, ચિરંજીવીના એક્શન સીનમાં દેખાશે!

  • 2024માં ‘હનુમાન’ ફિલ્મ બાદ હવે ફરી એક વાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ હનુમાન ભક્તિને એક નવા લેવલ પર લઈ જવાનું કામ કર્યું છે. આજે હનુમાનજયંતીના દિવસે હનુમાન ભક્તોને એક મોટી ગિફ્ટ આપતા 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ દર્શાવવામાં આવી છે.

23 એપ્રિલ, ચેન્નઈઃ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ હનુમાનજીના ભક્તોને આ વર્ષે હનુમાન ફિલ્મથી એક મોટી ગિફ્ટ આપી હતી. પ્રભુ શ્રીરામના ભક્ત હનુમાનજીની શક્તિઓ પર બેઝ્ડ એક અદ્ભૂત ફિલ્મમાં પ્રાચીન શક્તિઓને મોર્ડન અવતાર આપીને શાનદાર રીતે પડદા પર ઉતારવામાં આવી હતી. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ રીતે હનુમાન અને રામ ભક્તોના દિલ જીતી લીધા હતા, હવે ફરી એક વાર તેલુગુ ઈન્ડસ્ટ્રીએ હનુમાન ભક્તિને એક નવા લેવલ પર લઈ જવાનું કામ કર્યું છે. આજે હનુમાનજયંતીના દિવસે એક મોટી ગિફ્ટ આપતા 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ દર્શાવવામાં આવી છે.

તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવીની એક નવી ફિલ્મ આવી રહી છે, વિશ્વમ્બરા. આ ટાઈટલથી બની રહેલી ફિલ્મ એક માઈથોલોજી પર બેઝ્ડ ફેન્ટસી ફિલ્મ છે. આ ફિલ્મના મહત્ત્વપૂર્ણ એક્શન સિક્વન્સ માટે ફિલ્મની ટીમે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે.

મંગળવારે હનુમાન જયંતીની શુભકામનાઓ આપતા મેગાસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં હનુમાનજીની એક વિશાળ મૂર્તિ છે. ફોટો શેર કરતા ચિરંજીવીએ તેલુગૂમાં લખ્યું, દરેકને હનુમાન જયંતીની શુભકામનાઓ. હનુમાનજીની બુદ્ધિમતા, કાર્યકુશળતા અને વીરતા બધા માટે પ્રેરણાદાયી છે. ચિરંજીવીએ જે હનુમાન પ્રતિમાનો ફોટો શેર કર્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ચિરંજીવીની આવનારી ફિલ્મ ‘વિશ્વમ્બરા’ માટે આ 54 ફૂટની પ્રતિમા ખાસ તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ ફિલ્મના એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ એક્શન સીક્વન્સ શૂટ કરવા માટે કરવામાં આવશે.

એક્શન સીનનો ભાગ હશે આ મૂર્તિ

રિપોર્ટ્સ અનુસાર ‘વિશ્વમ્બરા’ની ટીમે હાલમાં એક ધુઆંધાર એક્શન સીક્વન્સનું શૂટ પુરૂ કર્યું છે. આ એક્શન સીનનું શૂટ સિંગર શિડ્યુલમાં 26 દિવસમાં પુરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આ એક્શન સીન્સ ઈન્ટરવલ બ્લોકમાં જોવા મળશે. ફિલ્મમાં આ એક્શન સીક્વન્સ માટે VFX દ્વારા એક ફેન્ટસી વર્લ્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ શાહરૂખ ફરી બનશે ‘ડોન’, ફિલ્મ કિંગમાં દિકરી સુહાના સામે ટકરાશે!

Back to top button