કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

51મું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ચાપરડા ખાતે યોજાશે

  • વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પ્રદર્શનને ખુલ્લુ મુકાશે
  • રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જૂનાગઢ, 02 જાન્યુઆરી: ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામમાં 51મું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ (બાળ વૈજ્ઞાનિક) પ્રદર્શન ૨૦૨૩-૨૪ તારીખ 6 થી તા. 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેને રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે તા.6 જાન્યુઆરીના રોજ સાંજે ૪ કલાકે પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ પ્રદર્શનના ઉદઘાટન સમારોહના અધ્યક્ષ તરીકે બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક મુક્તાનંદબાપુ છે.

  • ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલ કૃતિઓ નિહાળવા મળશે.

પ્રદર્શન નિહાળવાનો સમય

  • તારીખ: 06/01/2024ના રોજ આકાશ દર્શન રાત્રીના સમયે
  • તારીખ: 07/01/2024ના રોજ સવારે ૯ થી બપોરના ૧,
  • તારીખ: 08/01/2024ના રોજ સવારેના ૮.૩૦ થી સાંજના ૫ અને
  • તારીખ: 09/01/2024ના રોજ સવારના ૮.૩૦ થી બપોરના ૧૨ના સુધી રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમના આકર્ષણમાં તા.૭ના રોજ આંબરડી અને દેવળીયાનો પ્રકૃતિ પ્રવાસ અને રાત્રે ૭ કલાકે ધમાલ નૃત્ય અને સાસ્કૃતિક કાર્યક્રમ, તા.૮ના રોજ ૧.૩૦ કલાકે ઈસરોના વૈજ્ઞાનિક રમેશભાઈ પંડ્યા અને શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ વ્યાખ્યાન આપશે. ઉપરાંત તા.૮ના રોજ રાત્રે ૮ કલાકે ડો. જગદીશ ત્રિવેદી હાસ્યરસ પીરસશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રદર્શનમાં ઉદઘાટન સમારોહમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, અરવિંદભાઈ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દીવરાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટી અજયભાઈ ગુટકા, અતિથિ વિશેષ તરીકે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: 7મી જાન્યુઆરીએ ગજરાત વહિવટી સેવા વર્ગ-1-2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા યોજાશે

Back to top button