મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 350 કિલોમીટર લાઈનનું કામ પૂર્ણ થવા આવ્યુ


- સ્ટેશન પરના ત્રણ ફ્લોરની મુલાકાત લઈ ગુણવત્તા નિહાળી હતી
- ઉત્તરસંડા પાસે બુલેટ ટ્રેન સ્ટેશનની કેન્દ્રીય રેલવે મંત્રીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
- બુલેટ સ્ટેશન પર ગ્રાઉન્ડ, કોન્કોર્સ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરાઈ
નડિયાદના ઉત્તરસંડા પાસે બુલેટ ટ્રેન સ્ટેશનની કેન્દ્રીય રેલવે મંત્રીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ૩૫૦ કિ.મી. લાઈનનું કામ પૂર્ણતા સુધી પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
સ્ટેશન પરના ત્રણ ફ્લોરની મુલાકાત લઈ ગુણવત્તા નિહાળી હતી
નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલા નવનિર્મિત બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સ્ટેશન પરના ત્રણ ફ્લોરની મુલાકાત લઈ ગુણવત્તા નિહાળી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈથી અમદાવાદ વચ્ચે ૩૫૦ કિ.મી. લાઈનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે.
બુલેટ સ્ટેશન પર ગ્રાઉન્ડ, કોન્કોર્સ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરાઈ
બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈને ઉત્તરસંડા બુલેટ સ્ટેશન પર ગ્રાઉન્ડ, કોન્કોર્સ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરાઈ છે. જ્યારે બુલેટ ટ્રેન ૩૫૦ કિ.મી.ની સ્પીડે સ્ટેશન પર આવે ત્યારે લાઈટ, કેબલ સહિત માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તે ધ્યાનમાં રાખ્યું છે. થાણે, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદીલ થશે. જેથી ઈકોનોમીમાં ગતિશીલતા આવશે તેમ તેમણે જણાવ્યું હતું.