ટ્રેન્ડિંગમનોરંજન

તારક મહેતા શોમાં દયાબેનનું સ્થાન લેશે 28 વર્ષની આ અભિનેત્રી

Text To Speech
  • મેકર્સ આ રોલ માટે 3 વર્ષથી એક છોકરીનું લઈ રહ્યા છે ઓડિશન
  • મેકર્સ માટે ઉંમરનો તફાવત એક મુદ્દો બની ગયો

મુંબઈ, 13 મે 2024 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લોકપ્રિય પાત્ર નિભાવનાર દયાબેન ઉર્ફે દિશા વાકાણી છ વર્ષથી ગાયબ છે. જેનિફર મિસ્ત્રી, જે આ શોમાં સોઢી તરીકે જોવા મળી હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં જેનિફર મિસ્ત્રીએ દિશાને રિપ્લેસ કરી શકે તેવી અભિનેત્રી વિશે ખુલાસો કરી રહી છે. કહ્યું કે મેકર્સ આ રોલ માટે 3 વર્ષથી એક છોકરીનું ઓડિશન લઈ રહ્યા છે.

દિશાએ છ વર્ષથી પહેલા શો છોડી દીધો

લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દયાબેનનું પાત્ર સોથી પ્રિય અને ફેમસ થયું છે. પરંતુ આ પાત્ર છેલ્લા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. સીરિયલમાં દયાબેનને બતાવવામાં આવી રહ્યાં નથી. વાસ્તવમાં દિશા વાકાણી શોમાં દયાબેનનું પાત્ર ભજવી રહી હતી. પરંતુ તે પછી દિશાએ શો છોડી દીધો છે અને તેના બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે. હવે આ શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી દયાબેન સાથે જોડાયેલ એક રહસ્ય જણાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે મેકર્સ આ રોલ માટે 3 વર્ષથી એક છોકરીનું ઓડિશન લઈ રહ્યા છે.

મેકર્સ આ રોલ માટે 3 વર્ષથી એક છોકરીનું લઈ રહ્યા છે ઓડિશન

વાયરલ વીડિયોમાં જેનિફર કહી રહી છે કે તે 100 ટકા દયા છે. તેઓ 3 વર્ષથી એક છોકરીનું ઓડિશન લઈ રહ્યા છે. તેને અવારનવાર દિલ્હીથી મુંબઈ બોલાવવામાં આવતી હતી. જો કે, તે 28 કે 29 વર્ષની હતી એટલે મેકર્સ માટે ઉંમરનો તફાવત એક મુદ્દો બની ગયો હતો. પરંતુ તે “તે 100% દયા છે. ઉંમરમાં ઘણો તફાવત જોવા મળશે, તેથી જ તે શક્ય નથી. પરંતુ તે એકદમ દયા જેવી છે. અમે તેની સાથે મોક ટેસ્ટ પણ શૂટ કર્યો હતો. દિલીપ જી, ટપુ સેના બધાના અલગ-અલગ મોક શૂટ હતા. તે છોકરીનો ચહેરો જુદો છે, પરંતુ તૈયારી હશે અને જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે તફાવત કહી શકશો નહીં. શોના મેકર અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ નવી દયા ભાભીની શોધમાં છે. તે જલ્દી જ દયાબેનના રોલ માટે કોઈને કાસ્ટ કરશે અને બને એટલી જલ્દી દયાબેનને શોમાં એન્ટ્રી કરશે.

આ પણ વાંચો..ભારતી સિંહ ફરી હોસ્પિટલમાં, રડતા રડતા બોલીઃ મારા બાળકથી દૂર ન કરો

Back to top button