સ્પોર્ટસ

આવતા વર્ષથી IPLનું ફોર્મેટ બદલાયું, મહિલા ક્રિકેટ માટે પણ થઈ શકે છે મોટી જાહેરાત

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનથી તેના મૂળ ફોર્મેટમાં પરત ફરશે, જેમાં ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાન પર મેચો રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે જોડાયેલ સંસ્થાઓને જાણકારી આપી છે કે ટીમો પોતાનાં ડોમેસ્ટિક મેદાન પર અને વિરોધી ટીમના મેદાન પર મેચ રમશે. વિશ્વ પ્રતિષ્ઠિત ટી20 લીગ IPLનું ફોર્મેટ આવતા વર્ષે ફરી બદલાઈ જશે. 2020માં, કોરોના રોગચાળો ફાટી નીકળવાના કારણે, આઇપીએલનું આયોજન કેટલીક જગ્યાએ કરવામાં આવ્યું હતું. 2020માં, યુએઇના દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં ત્રણ સ્થળોએ ખાલી સ્ટેડિયમમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 2021માં, આ ટી-20 ટૂર્નામેન્ટ ચાર સ્થળો દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. પરંતુ હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં એમ જૂના ફોર્મેટમાં રમાશે.

જૂના ફોર્મેટમાં રમાશે લીગ:

વર્ષ 2020માં IPLનું આયોજન UAEના ત્રણ સ્થાનો દુબઇ, શારજાહ અને અબુધાબીમાં ખાલી સ્ટેડિયમોમાં કરવામાં આવ્યું હતુ. વર્ષ 2021માં આ ટી20 ટુર્નામેન્ટનું આયોજન ચાર સ્થાનો દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. હવે મહામારી નિયંત્રણમાં છે અને એટલા માટે આ લીગ ડોમેસ્ટિક મેદાન પર વિરોધી ટીમના મેદનના જૂના ફોર્મેટ પ્રમાણે રમવામાં આવશે.

ગાંગુલીએ રાજ્ય સંઘોને આપી જાણકારી:

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રાજ્યની બ્રાંચોને આ વિશે સંદેશ મોકલી આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે IPLનેએ આવતા વર્ષે ડોમેસ્ટિક મેદાન અને વિરોધી ટીમના મેદાન પર રમવામાં આવશે. બધી 10 ટીમો પોતાના ડોમેસ્ટિક મુકાબલા નક્કી કરેલા સ્થળ પર રમશે. BCCI 2020 બાદ પહેલી વાર પોતાની આખી ઘરેલૂ સિઝન આયોજિત કરી રહ્યું છે, જેમાં ટીમો ડોમેસ્ટિક અને વિરોધી ટીમના જૂના ફોર્મેટ પ્રમાણે રમશે.

મહિલા IPLનો પણ પ્લાન:

BCCI આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં મહિલા આઈપીએલનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. આ વિશે રિપોર્ટ અનુસાર, મહિલા આઈપીએલનું આયોજન સાઉથ આફ્રિકામાં થનાર મહિલા ટી20 વિશ્વ કપ બાદ માર્ચમાં કરવામાં આવશે. ગાંગુલીએ 20 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવેલા સંદેશમાં કહયું કે BCCI અત્યારે મહિલા આઈપીએલના આયોજન પર કામ કરી રહ્યુ છે. આની પહેલી સિઝન આવતા વર્ષની શરૂઆતમાં આયોજિત થઈ શકે છે. મહિલા આઈપીએલ ઉપરાંત BCCI છોકરીઓનાં અંડર 15 એક દિવસીય ટુર્નામેન્ટને પણ આયોજિત કરશે.

આ પણ વાંચો: આજે ભારતની ઓસ્ટ્રેલિયા સામે કરો યા મરો મેચ, બુમરાહની થઈ શકે છે વાપસી

Back to top button