પાલનપુરની ડીસા કોલેજમાં સુભાષચંદ્ર બોઝની 126મી ઉજવાઈ જન્મ જયંતિ
પાલનપુર: ડીસાની ડી. એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા સુભાષચંદ્ર બોઝની 126 મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિ સી. પટેલે વિદ્યાર્થીઓને આઝાદીની લડતમાં સુભાષ બાબુના યોગદાનની વાત કરી તેમના જીવન કાર્યોને યાદ કર્યા હતાં.
કુ. સેજલ કચ્છવાએ સુભાષ બાબુના જીવનથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. તો ભરતભાઈ માળીએ સુભાષચંદ્ર ના જીવન કાર્યોનો સુંદર ચિતાર રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં એન. એસ. એસ. ના 50 વિદ્યાર્થીઓની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડો. મિતલ વેકરિયા, પ્રો.દિવ્યા પિલ્લાઈ, પ્રો. વિશ્વાસ પ્રજાપતિ, પ્રો. અવિનાશભાઈ તેમજ પ્રો. મહેશભાઈએ સહયોગ આપ્યો હતો.
સમસ્ત કાર્યક્રમ આચાર્ય રાજુભાઇ રાબારીની પ્રેરણાથી આયોજિત થયો હતો. ડીસા કોલેજમાં એન.એસ.એસ. દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
આ પણ વાંચો :પેપર લીક મુદ્દે મેવાણીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર પાડે