ગુજરાતમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે
- 10મી વાઇબ્રન્ટ સમિટ માટે 28 સભ્યોની કોર કમિટી બનાવામાં આવી
- હર્ષ સંઘવી તથા જગદીશ પંચાલ આ કમિટીમાં સભ્ય છે
- જાન્યુઆરી-2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે
ગુજરાતમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10મી વાઇબ્રન્ટ સમિટ માટે 28 સભ્યોની કોર કમિટી બનાવામાં આવી છે. જેમાં કમિટી તમામ આયોજનો કરશે તેમજ નીતિવિષયક નિર્ણયો લેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા કેટલો થયો વરસાદ
જાન્યુઆરી-2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે
10મી વાઇબ્રન્ટ સમિટ માટે 28 સભ્યોની કોર કમિટીમાં ચાર મંત્રીઓ, બે સલાહકારો, કૈલાસનાથન, મુખ્યસચિવ, સાત ACS, ત્રણ PS, છ સચિવો સામેલ છે. કમિશનર સંદીપ સાંગલેને પણ આ કમિટીમાં સભ્ય તરીકે સામેલ કરાયા છે. ગુજરાત સરકારે જાન્યુઆરી-2024માં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળતાપૂર્વક પાર પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કુલ 28 સભ્યોની કોર કમિટી બનાવી છે. આ કમિટીના ઉપાધ્યક્ષ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત રહેશે, જ્યારે ઇન્ડેકસ્ટબીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ મકવાણા આ કમિટીના સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. આ કોર કમિટી તમામ નીતિવિષયક નિર્ણયો લેશે અને તેમની નિશ્રામાં સમિટનું આયોજન થશે.
આ પણ વાંચો: રાજ્યમાં આજથી મેઘનું જોર ઘટશે, પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
હર્ષ સંઘવી તથા એમએસએમઇ મંત્રી જગદીશ પંચાલ આ કમિટીમાં સભ્ય
બે કેબિનેટ કક્ષાના મંત્રીઓ-નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેર ડિંડોર તેમજ રાજ્યકક્ષાના બે મંત્રીઓ-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી તથા એમએસએમઇ મંત્રી જગદીશ પંચાલ આ કમિટીમાં સભ્ય તરીકે સમાવાયા છે. તદુપરાંત મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના સલાહકારો-હસમુખ અઢિયા તથા એસ.એસ.રાઠોડ, ગૃહ વિભાગના એસીએસ મુકેશ પુરી, મુખ્યમંત્રીના-એસીએસ પંકજ જોશી, કૃષિ-સહકાર વિભાગના એસીએસ અમરેન્દ્રકુમાર રાકેશ, પોર્ટટ્રાન્સ્પોર્ટ વિભાગના એસીએસ મનોજકુમાર દાસ, શ્રમ-રોજગારના એસીએસ અંજુ શર્મા, ઉદ્યોગ-ખાણ વિભાગના એસીએસ એસ.જે.હૈદર, નાણાવિભાગના એસીએસ જે.પી.ગુપ્તા, ઊર્જા-પેટ્રોકેમિકલ્સ અગ્ર સચિવ મમતા વર્મા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન સચિવ હરિત શુકલા, નાણા વિભાગના આર્થિક બાબતોના સચિવ આરતી કંવર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, મુખ્યમંત્રીના સચિવ અવન્તિકા સિંઘ ઔલખ, માર્ગ-મકાન સચિવ સંદીપકુમાર વસાવા, જીઆઇડીસીના ઉપાધ્યક્ષ એમડી રાહુલ ગુપ્તા અને ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેને પણ આ કમિટીમાં સભ્ય તરીકે સામેલ કરાયા છે.