તે રાત્રે મહેન્દ્રસિંહ ધોની ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા, આ શું કહ્યુ હરભજસિંહે કેપ્ટન કુલ વિશે?
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ આજે ગુજરાત ટાઇટન્સ સામે IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમી રહી છે. ધોની પાસે પાંચમી વખત આઈપીએલ ટાઈટલ જીતવાની તક છે. ભુતકાળમાં CSK પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો. આ બે વર્ષમાં માહી ચેન્નઈ સિવાય અન્ય ટીમો સાથે IPL રમ્યા હતા. નહીંતર તેમની આઈપીએલ કારકિર્દીની શરુઆત ચેન્નાઈની ટીમ જ સાથે શરૂ થઈ હતી અને એક વાત નિશ્ચિત છે કે તેમની આઈપીએલ કારકિર્દી CSK સાથે જ સમાપ્ત થશે. માહી સાથે ભુતકાળમાં ટીમમાં રમી ચુકેલા હરભજન સિંહે તાજેતરમાં MS ધોની સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો.
હરભજનનો વિડિયો થયો વાયરલ
CSK અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ખૂબ જ ખાસ કનેક્શન છે. આ જ કારણ છે કે ખુદ તમિલનાડુના મુખ્યમંત્રી તરફથી પણ તાજેતરમાં નિવેદન બહાર આવ્યું હતું કે ધોની તેમના રાજ્યના દત્તક પુત્ર જેવા છે. તાજેતરના દિવસોમાં ધોની સાથે CSK માટે રમી ચુકેલા હરભજન સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટ્રી દરમિયાન વીડિયોમાં ભજ્જી કહી રહ્યા છે કે, ‘CSKમાં પરત ફરતી વખતે માહી રડી પડ્યા હતા.
કેમ રડ્યા હતા કેપ્ટન કુલ MS ધોની?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં હરભજન સિંહે કહ્યું, “2018માં ચેન્નાઈ સુપર કિંગ્સે બે વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં વાપસી કરી હતી. જ્યારે ચેન્નાઈ ટીમ IPLમાં પરત ફરી ત્યારે મહેન્દ્ર સિંહ ધોની પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હરભજન સિંહે કહ્યું, “એકવાર ધોની ટીમના અન્ય ખેલાડીઓની સામે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા ન હતા. તે સમયે ધોની ટીમના ઘણા ખેલાડીઓથી ઘેરાયેલા હતા, પરંતુ કેપ્ટન કુલ તરીકેની છાપ ધરાવતા ધોની તેમના આંસુ રોકી શક્યા ન હતા.”
View this post on Instagram
ભારતને T20 અને ODI વર્લ્ડ કપ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને પણ 4 વખત IPLનો ખિતાબ જીતાડી ચુક્યા છે. ચેન્નાઈ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક છે. CSKને આ સ્થાને લઈ જવાનો શ્રેય માહીને જ જાય છે.
આ પણ વાંચો: IPL 2023: ધોની અને જાડેજા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, જાડેજાની પત્નીનું ટ્વિટ