થરાદ: કાર ટ્રેક્ટર સાથે અથડાતા ભયંકર અકસ્માત, રાજવી પરિવારના યુવાનનું મોત


- ટ્રેક્ટર સાથે કાર અથડાતા થયો ભયંકર અકસ્માત, અકસ્માતમાં રાજવી પરિવારના યુવકનું મોત.
રાજ્યમાં અકસ્માતની અનેક ઘટનાઓ વાર તહેવારે બનતી જ હોય છે. એવામાં ગતરાત્રે થરાદ તાલુકાના ભોરડુ ગામે એક મોટો કાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલક રાજવી પરિવારના યુવાનનું મોત થયું છે.
ગતરાત્રે બારેક વાગ્યાના સમયે થરાદથી ખેંગારપરા તરફ જઈ રહેલ GJ-03 JR-9419 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. આ કાર જ્યારે થરાદના ભોરડુ ગામે પહોંચતા આગળ જતા એક આઈસર ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાઈ હતી, વઘારે સ્પીડના કારણે કાર અથડાતાં કારનો આગળનો ભાગ એેક દમ ભુકો થઈ ગયો હતો.
આ અકસ્માતમાં બાખાસર રાજવી પરિવારના યુવાનનું કરુણ મોત નીપજયું હતું. મુળ બાખાસરના પણ વર્ષોથી થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે વસતા નરેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌહાણ (ઉંમર 27 વર્ષ), જેઓ ગત રાત્રીએ થરાદથી ખેંગારપુરા જતા હતા. તે દરમિયાન ભોરડુ ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજવી પરીવારના યુવાન નરેન્દ્રસિંહનું કરુણ મોત નિપજ્યું હતું.
આ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતોના બનાવો બનતા જ રહેતા હોય છે, આ મહિનામાં આ બીજો બનાવ બન્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રકો અકસ્માત બાદ સળગી, ચાલક જીવતો ભૂંજાયો