બેસ્ટ પાર્ટનર બનવા માટે થેંક્સ… સિદ્ધાર્થે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર કિયારા માટે લખી સ્પેશિયલ નોટ
- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાના લગ્નને આજે 7 ફેબ્રુઆરીએ એક વર્ષ પુરૂં થયું છે. આ ક્યૂટ કપલ આજે તેમની ફર્સ્ટ એનિવર્સરી ઉજવી રહ્યું છે. સિદ્ધાર્થે પત્ની માટે ઈન્સ્ટા પર એક સ્પેશિયલ નોટ લખીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના ક્યૂટ કપલ્સમાં સામેલ છે. આજે આ કપલ પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે. આ અવસરે તેમના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યાં છે. પોતાના આ ખાસ દિવસ પર એક્ટરે પત્ની કિયારા અડવાણી માટે એક સ્પેશિયલ નોટ લખીને એનિવર્સરી વિશ કરી છે.
View this post on Instagram
સિદ્ધાર્થે વાઈફ માટે લખી સ્પેશિયલ નોટ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે અને કિયારા ઘોડા પર સવારી કરતા જોવા મળી રહ્યા છે. ફોટામાં બંનેના ચહેરા દેખાતા નથી પરંતુ સૂરજની રોશનીએ તેમની તસવીર ખૂબ જ સુંદર બનાવી છે. આ તસવીરમાં કિયારાએ સફેદ ટોપ પહેર્યું છે, જ્યારે સિદ્ધાર્થે પણ તેના લેડી લવ સાથે ટ્વિનિંગ કર્યું છે.
આ તસવીર પોસ્ટ કરીને અભિનેતાએ પત્ની કિયારા માટે એક ખાસ નોટ લખી છે. અભિનેતાએ લખ્યું છે કે કોઈ સફર કે કોઈ મંઝિલ નહીં, પરંતુ કંપની મેટર કરે છે. આ ક્રેઝી લાઈફમાં એક બેસ્ટ પાર્ટનર બનવા માટે આભાર. હેપ્પી એનિવર્સરી માય લવ.
ઉદયપુરમાં થયા હતા ગ્રાન્ડ લગ્ન
સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વર્ષ 2023માં 7મી ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં શાહી અંદાજમાં થયા હતા. આ કપલના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં માત્ર કેટલાક ખાસ લોકોએ હાજરી આપી હતી. પરંતુ તેના ભવ્ય રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ કપલના લગ્નનું રિસેપ્શન ટોક ઓફ ધ ટાઉન હતું.
આ પણ વાંચોઃ સવારે વહેલા ઊઠી નથી શકતા? ફોલો કરો આ ત્રણ ટિપ્સ, એલાર્મ વગર પણ ઊઠી જશો