ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે…જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન
- તમે તમારી આસપાસમાં ઘણા લોકોને શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના ફાયદા કહેતા સાંભળ્યા હશે. જોકે શિયાળામાં એ વસ્તુ અવોઈડ કરવું જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ આખા વર્ષ દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરે છે, તો આ વર્ષે ઠંડી શરૂ થતાની સાથે જ આ ભૂલ સુધારી લો. અજાણતા કરવામાં આવેલી આ ભૂલ તમારી હેલ્થને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બની શકે કે તમે તમારી આસપાસમાં ઘણા લોકોને શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના ફાયદા કહેતા સાંભળ્યા હશે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરના અંગોમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મેટાબોલિઝમ તેમજ ઈમ્યુનિટી પાવર બંને વધે છે, પરંતુ જો તમે પહેલેથી જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હો, તમે વૃદ્ધ છો, હૃદય રોગથી પીડિત છો અથવા બ્રેઈન સ્ટ્રોકનો ઈતિહાસ ધરાવો છો તો આવી ભૂલ કરવાનું ટાળો.
બહુ ઓછા લોકો જાણે છે કે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું એ શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓની સાથે અનેક જીવલેણ રોગોને આમંત્રણ આપવા જેવું છે. આવો જાણીએ શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના મુખ્ય નુકસાન શું છે.
હાર્ટ એટેક
ઠંડા હવામાનમાં વ્યક્તિનું શરીર પોતાને ગરમ રાખવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઠંડા પાણીથી સ્નાન કરવાનું શરૂ કરો છો તો શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. જેના કારણે ઘણી વખત હૃદયના ધબકારા પર અસર થાય છે અને વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો ખતરો વધી જાય છે.
મગજનો સ્ટ્રોક
ઠંડા પાણીમાં નહાવાથી વેસ્ક્યુલર સિસ્ટમ પર અસર થાય છે, જેના કારણે ક્યારેક બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ
ઠંડા પાણીથી નહાવાથી સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. આ સમસ્યા મોટે ભાગે એવા લોકોને પરેશાન કરે છે જેઓ પહેલાથી જ કોઈ ઈજા અથવા સમસ્યાથી પીડિત છે.
શરદી અને ફ્લૂ
ઠંડા પાણીથી નહાવાથી શરદી અને ફ્લૂ જેવી આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી હોય છે.
હાર્ટ ફેલ્યોર
શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જો તમે પહેલાથી જ હૃદયના દર્દી છો, તો આ કરવાથી તમારા માટે હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી શકે છે.
કોને વધુ જોખમ છે?
જે લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, પેરિફેરલ આર્ટરી ડિસીઝ, હૃદયના રોગોથી પીડાતા હોય અથવા બ્રેઈન સ્ટ્રોકનો ઈતિહાસ ધરાવતા હોય અથવા ઉંમરલાયક હોય તેમણે શિયાળાના મહિનાઓમાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. આવા લોકોને સ્ટ્રોકનું વધુ જોખમ રહે છે. આ સિવાય જે લોકો સ્થૂળતા કે ધૂમ્રપાનની લતનો શિકાર છે તેમના માટે પણ આ વધુ ખતરો રહે છે.
નહાવાનું પાણી કેવું હોવું જોઈએ?
શિયાળામાં ક્યારેય પણ ઠંડા કે ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. સારી હેલ્થને જાળવવા માટે હંમેશા હુંફાળા પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ 100 રોગની એક દવા છે આ સુપરફૂડ, જાણો તેના ફાયદા