ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજન

થલપતિ વિજયની ફિલ્મ ‘Goat’નો વિશ્વભરમાં જાદુ, કરોડોનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું

Text To Speech
  • પ્રથમ ચાર દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શનના સંદર્ભમાં રૂ. 288 કરોડનો આંકડો પાર કર્યો

મુંબઈ, 10 સપ્ટેમ્બર: તમિલ સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ હાલમાં સસ્પેન્સ અને એક્શન થ્રિલર તરીકે ચર્ચામાં છે. આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે. ભારત સિવાય GOATએ કમાણીના મામલે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. આ દરમિયાન, વિજયની GOAT ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનનો નવીનતમ રિપોર્ટ બહાર આવ્યો છે. જેના આધારે આ ફિલ્મે રિલીઝના 5મા દિવસે વિશ્વભરમાં કમાણીના ચોંકાવનારા આંકડાને સ્પર્શ કર્યો છે. તેની રિલીઝના 5મા દિવસે, થલપતિ વિજયની ફિલ્મ GOATએ વિશ્વવ્યાપી કલેક્શનમાં રૂ. 300 કરોડનો વિશાળ આંકડો પાર કરી લીધો છે.

વર્લ્ડવાઈડ GOATનો જાદુ

રિલીઝના પ્રથમ ચાર દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શનના સંદર્ભમાં GOAT ફિલ્મએ શાનદાર પ્રદર્શન કરીને રૂ. 288 કરોડનો આંકડો પાર કર્યો છે. ગયા સપ્તાહના અંતે ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જેણે GOATના નિર્માતાઓના ખિસ્સા ભર્યા છે.

હકીકટમાં, ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર સોમવારની ફિલ્મની કમાણી 14 કરોડ રૂપિયા રહી છે, તો વિદેશમાં પણ બિઝનેસમાં વધારો થયો છે. આ સંદર્ભમાં GOAT સરળતાથી 300 કરોડની ક્લબમાં પહોંચી ગઈ છે. એટલું જ નહીં GOATની કમાણી જે રીતે ચાલી રહી છે. તેના આધારે કહી શકાય કે, આ ફિલ્મ આગામી દિવસોમાં પણ વિશ્વભરના કલેક્શનમાં ધૂમ મચાવતી જોવા મળી શકે છે.

GOATની દમદાર સ્ટોરી 

 થલપતિ વિજયની ફિલ્મ GOATની સફળતાની ચાવી તેની દમદાર સ્ટોરી છે. દિગ્દર્શક વેકાંત પ્રભુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તમને સસ્પેન્સ, ઈમોશનલ ડ્રામા અને એક્શન ભરપૂર પ્રમાણમાં જોવા મળશે, જે તેને એક સંપૂર્ણ ફિલ્મ બનાવે છે. આ જ કારણ છે કે, હાલમાં GOAT દર્શકોની પહેલી પસંદ છે.

આ પણ જૂઓ: દિયા મિર્ઝાને પોતાના ડેબ્યૂ સમયે લાગ્યો હતો આ વાતનો ડર, કહ્યું: ‘પુરૂષ અભિનેતાઓ ઇચ્છતા હતા કે…’

Back to top button