‘થાલા ફોર અ રિઝન’ શું છે? ધોનીએ આ અંગે તોડ્યું મૌન, જાણો ટ્રેન્ડ વિશે શું કહ્યું
- IPLના મેગા પ્લેયર ઓક્શનમાં બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના રિટેન્શન પર રહેલી છે
HD ન્યૂઝ ડેસ્ક, 26 ઓકટોબર: વર્ષ 2025માં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL સીઝન પહેલા મેગા પ્લેયર ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે, આવી સ્થિતિમાં તમામ ચાહકોની નજર ખેલાડીઓને રિટેન કરવા પર ટકેલી છે. જેમાં પણ ખાસ કરીને બધાનું ધ્યાન ચેન્નાઈ સુપર કિંગ્સના રિટેન કરાયેલા ખેલાડીઓ પર છે, જેથી સ્થિતિ સ્પષ્ટ થશે કે MS ધોની રમશે કે નહીં. આ દરમિયાન, MS ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે, જેમાં તે પહેલીવાર Thala For A Reasonને લગતા વાયરલ મેમ વીડિયો પર પ્રતિક્રિયા આપતો જોવા મળ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, આ ટ્રેન્ડનો અર્થ ધોનીની જર્સી નંબર 7 સાથે સંબંધિત છે.
જૂઓ MS ધોનીએ શું કહ્યું આ ટ્રેન્ડ વિશે
— ! (@DhoniVids) October 25, 2024
“મને ખબર નથી કે આ બધું ક્યાંથી આવ્યું?”
જ્યારે MS ધોનીને એક પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે Thala For A Reason વિશે શું કહેવા માંગે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે “મને ખબર નથી કે તે ક્યાંથી આવ્યું છે, મને તેની પાછળનું કારણ પણ ખબર નથી. મને લાગે છે કે આ મારા ચાહકો દ્વારા મને આપવામાં આવ્યું છે અને હું ચોક્કસપણે કહી શકું છું કે મારા ચાહકો અદ્ભુત છે. જોકે મને ખબર નથી કે આ મજાક છે કે શું?
ચેન્નાઈમાં થાલા તરીકે ધોનીને ઓળખ મળી
IPLની પ્રથમ સિઝન વર્ષ 2008માં રમાઈ હતી, ત્યારથી ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ધોનીની કપ્તાનીમાં CSK ટીમ 5 વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. જો ધોનીની વાત કરવામાં આવે તો ચેન્નાઈના ચાહકો તેને થાલા કહીને બોલાવે છે અને દરેક તેને રમતા જોવા માટે આતુરતાથી રાહ જુએ છે. જો કે, તે આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ પણ જૂઓ: ભારતીય બોલરની ચપળતાનો જોરદાર વીડિયો, જુઓ કેમ કીવી બેટ્સમેનને રનઆઉટ કરી