- વેપારીના પેમેન્ટ, વ્યવહાર અને રિટર્ન ગુડ્સના આધારે રેન્કિંગ કરવામાં આવશે
- કાપડ વેપારીઓ હવે રેટિંગના આધારે ઉધાર વેપાર કરશે
- SGTTAએ કાપડ ઉદ્યોગકારો માટે એપ્લિકેશન તૈયાર કરી
સુરતમાંથી ઉધાર માલની ખરીદી બાદ અન્ય રાજ્યોના વેપારીઓ પેમેન્ટ માટે ઠેંગો બતાવે છે. કોરોના બાદ આ રીતની ઘટનાઓ સતત વધી રહી હોવાથી વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલરૂપ બની ગયું છે. ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓને તો વેપાર છોડવાની નોબત આવી ઊભી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો
છેતરપિંડીના દૂષણને ડામવા માટે સ્થાનિક વેપારીઓએ પણ નવી દિશા અપનાવી
આ રીતના દૂષણને ડામવા માટે સ્થાનિક વેપારીઓએ પણ નવી દિશા અપનાવી છે. સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં અન્ય રાજ્યોના તમામ કાપડ વેપારીઓના નામ, તેમની વેપાર પદ્ધતિ, રિટર્ન ગુડ્સ અને વર્તન સહિતના આધારે ક્રેડિટ આપવામાં આવશે કે જેનાથી તેની સાથે વેપાર શરૂ કરવાની પહેલા કોઇ પણ વેપારીને તમામ માહિતીઓ ઉપલબ્ધ હોય અને આવા વેપારી સાથે વેપાર કરવો કે નહીં સ્થાનિક વેપારી તેનો નિર્ણય સરળતાથી લઇ શકે.
આ પણ વાંચો: સુરતમાં નરાધમ પતિ લેણદારોને રૂપિયાના બદલામાં પત્નીને જ ધરી દેતો
કાપડ માર્કેટમાં છેલ્લાં ત્રણ વર્ષથી છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે
સુરતના કાપડ માર્કેટમાં છેલ્લાં ત્રણ વર્ષથી છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. જેમાં મોટાભાગની છેતરપિંડી રેફરન્સના આધારે થાય છે. ચીટર વેપારીઓ સુવ્યવસ્થિત રીતે નેટવર્ક ગોઠવે છે અને અલગ-અલગ માર્કેટમાં ગોઠવાઇ જાય છે. તેઓ કોઇની પાસે પણ માલ ખરીદવા જાય તો એકબીજાનો ખૂબ સારો વેપારી હોવાનો રેફરન્સ આપે છે. તેમની માયાજાળમાં કોઇ પણ વેપારી છેતરાઇ જાય તે સ્વાભાવિક છે. દા.ત. કોઇ એક ચીટર વેપારી કોઇ કાપડ માર્કેટમાં માલ ખરીદવા જાય છે ત્યારે માલ વેચનારા વેપારીને અન્ય એક વેપારીનો રેફરન્સ આપે છે, કે જે પહેલાથી ચીટર વેપારી સાથે મળેલો હોય છે. અહીંથી સારો રેફરન્સ મળતા ચીટર વેપારી ઉધાર માલ ખરીદવામાં સફળ થઇ જાય છે. એપ્લિકેશન બનતા હવે માલ વેચનારો વેપારી એપ્લિકેશનના માધ્યમથી જ સામેના વેપારી વિશે ઘણું બધું સમજી શકશે.