અમદાવાદમાં 8મી માર્ચે ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025 યોજાશે

અમદાવાદ, 6 માર્ચ, 2025: ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં આગામી 8મી માર્ચે ચોથી ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025 યોજાશે. આ કોન્ક્લેવમાં ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યૂ ચેન સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સ જેવાકે ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, જીનીંગ, સ્પિનિંગ, વિવિંગ, ગારમેન્ટિંગ, તેમજ ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરીંગનો સમાવેશ થાય છે તે સૌને એકત્ર કરનાર એક મહત્વપૂર્ણ તેમજ નિર્ણાયક પ્લેટફોર્મ સાબિત થયેલ છે. આ વર્ષનું ટેક્સટાઇલ કોન્ક્લેવ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ક્ષેત્ર અંગે અર્થપૂર્ણ વિચારવિમર્શ, ઉદ્યોગના ભવિષ્ય અંગે વિવિધ આંતરદ્રષ્ટિ તેમજ નામાંકિત ટેક્સટાઇલ ઉદ્યોગના મોવડીઓ તેમજ અનેકવિધ સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા માટેનું એક અગત્યનું પ્લેટફોર્મ સાબિત થશે.
આગામી ટેક્સટાઇલ કોન્ક્લેવ વિશે બોલતા GCCIના પ્રમુખ સંદીપ એન્જીનીઅરે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે GCCI ટેક્સટાઇલ કોન્ક્લેવે તેની વિવિધ આવૃતિઓ થકી વર્ષોવર્ષ ટેક્સટાઇલ ક્ષેત્ર બાબતે ભવિષ્યલક્ષી સંવાદ તેમજ ઉદ્યોગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યૂહરચના પ્રસ્થાપિત કરવા એક ઉદીપકની ભૂમિકા ભજવે છે. ટેક્સટાઇલ કોન્ક્લેવ 2025ની તૈયારીના ભાગ રૂપે આ વર્ષે પણ ઇનોવેશન, સસ્ટેનેબિલિટી, તેમજ ગુજરાત અને ભારતને ટેક્નિકલ ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરીકે પ્રસ્થાપિત કરવાનું ધ્યેય કેન્દ્ર સ્થાને છે.
તેઓએ તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે ટેક્સટાઇલ કોન્ક્લેવ પણ GCCI ના માહિતી આદાન-પ્રદાન, નેટવર્કિંગ, તેમજ વ્યાપાર-ઉદ્યોગ માટે અનેકવિધ તકો ઉભી કરવાના મુખ્ય ધ્યેય સાથે સુસંગત છે તેમજ તેનું પ્રતિબિંબ છે. કોન્ક્લેવના મુખ્ય વક્તાઓમાં કુસમગર પ્રા, લિમિટેડના સ્થાપક યોગેશ કુસુમગર, શિવ ચેક્સયાર્નના એમડી ડૉ. સુંદરરામન કે. એસ.અે દીમા પ્રોડક્ટ્સના ભાગીદાર નીરવ મહેતાનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી ટેક્સટાઇલ કોન્ક્લેવ 2025 ત્રણ મુખ્ય થીમ પર આધારિત રહેશે જેમાં ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, કોટન ક્રોપ ઉત્પાદન મિશન અને સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. આગામી GCCI ટેક્સટાઇલ કોન્ક્લેવમાં સમગ્ર ગુજરાતમાંથી 1000 જેટલા સહભાગીઓ ભાગ લેશે જેઓ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેનનું પ્રતિનિધિત્વ કરશે જેમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, ગારમેન્ટિંગ, ટેક્સટાઇલ મશીનરી, પ્રોસેસ હાઉસીસ વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય આશય વિવિધ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે ઇનોવેશન, સસ્ટેનેબિલિટી તેમજ ગુજરાત અને સમગ્ર દેશ/વિશ્વમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ભવિષ્ય વિશે વિચાર વિમર્શ માટે તક પૂરી પાડવાનો છે.
આ પણ વાંચોઃ શેરબજાર ફરી તેજી: સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટીએ 22500નું લેવલ પાછું મેળવ્યું
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD