સાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsAppના આ ફીચર દ્વારા ઈમેજથી ટેક્સ્ટ કોપી કરી શકાશે, જાણો આ ફીચર વિશે

Text To Speech

WhatsAppએ આજે દરેકના જીવનનો ભાગ બની ગયો છે. મોટાભાગના યુઝર્સ તેમના તમામ કામ WhatsApp દ્વારા કરે છે, પછી તે ઓનલાઈન પેમેન્ટ હોય કે ઓફિસથી લઈને સ્કૂલ સુધીનું કામ પણ WhatsApp દ્વારા જ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં WhatApp યુઝર્સને ધ્યાનમાં રાખીને સતત નવા નવા ફીચર્સ લાવતું રહે છે. દરમિયાન, Meta દ્વારા સંચાલિત WhatsApp, એક નવું ફીચર લાવ્યું છે જેમાં યુઝર્સ ફોટાથી ટેક્સ્ટને અલગ કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે WhatsApp Text Detection Feature કેવી રીતે કામ કરે છે.

આ પણ વાંચો : WhatsAppએ નિયમો તોડવા બદલ બંધ કર્યા 29 લાખ એકાઉન્ટ, શું તમે નથી કરી રહ્યાને આ ભૂલ?

WhatsApp Text Detection Feature આવી રીતે કામ કરે છે

WhatsAppના નવા ફીચરમાં જો યુઝર્સ ફોટો પર લખેલા ટેક્સ્ટને રિમૂવ કે કોપી કરવા માંગે છે તો અહીં એક ઓપ્શન દેખાશે. આ ઓપ્સન પર ક્લિક કરીને, યુઝર્સ ફોટામાંથી ટેક્સ્ટને કોપી અને દૂર કરી શકે છે. ધ્યાન રહે કે આ ફીચર View Once મોડ પર મોકલવામાં આવેલા ફોટાને સપોર્ટ કરતું નથી. એટલે કે યુઝર્સ આ ફોટામાંથી ટેક્સ્ટ કોપી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે આ ફીચર iOS વર્ઝન અને Beta વર્ઝન પર શરૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ આ ફીચરનો લાભ મળશે જેમણે વર્ઝન 23.5.77 અપડેટ કર્યું છે. WhatsApp Betaના કેટલાક પસંદ કરેલા યુઝર્સ કે જેમણે iOS 23.1.0.73 વર્ઝન અપડેટ કર્યું છે તે WhatsApp Text Detectionનો ઉપયોગ કરી શકે છે. ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે તેવી સંભવના છે.

આ પણ વાંચો : WhatsApp લાવી રહ્યું છે ફોટો ફીચર, હાઈ કવોલીટી ફોટા અને વીડિયો થશે સેન્ડ !

Sticker Maker Toolનો ઉપયોગ

આ પહેલા WhatsAppએ Sticker Maker Tool અને Voice Status Updateનું ફીચર શરૂ કર્યું હતું, તેના Sticker Maker Toolમાં યુઝર્સ પોતાની પસંદગીના સ્ટીકર બનાવી શકે છે. આ સિવાય Voice Status Updateમાં યુઝર્સ પોતાનો અવાજ રેકોર્ડ કરીને સ્ટેટસ પર મૂકી શકે છે. હાલમાં આ બંને ફીચર્સ માત્ર iOS યુઝર્સ માટે જ શરૂ કરવામાં આવ્યા છે. આ ફીચર અપડેટ બાદ યુઝર્સનો WhatsApp અંગેનો અનુભવ વધુ સારો થઈ જાય છે. આમ યુઝર્સ આ ફીચરની મદદથી પોતાની પસંદગીના સ્ટીકર બનાવી શકશે

Back to top button