ગુજરાત

TET-2 Exam : આવતીકાલે રાજ્યના 2 લાખ 76 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

Text To Speech

જુનિયરક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ TET-1ની પરીક્ષા પણ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે ત્યારે હવે આવતીકાલે યોજાનાર TET-2 ની પરીક્ષાને લઈને પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પૂરી તૈયારી રાખી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ કોઈ ઉમેદવાર અનધિકૃત સામાન સાથે પરીક્ષા આપતા ઝડપશે તો તંત્ર દ્વારા જે તે ઉમેદવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ઉમેદવારોએ પણ ખાસ તકેદારી રાખવી કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રાક્રનું સાહિત્ય કે અન્ય કોઈ સામાન સાથે ન રાખવો.

આ પણ વાંચો : Ahmedabad : બોગસ સીમકાર્ડ મામલે 6 આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ
TET-2 Exam - Humdekhengenewsગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આવતીકાલે TET-2ની પરીક્ષા લેવામાં આવશે ત્યારે સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા આપવા માટે અંદાજે 2,76,066 ઉમેદવારો જે તે કેન્દ્રો પર પહોંચશે. TET-2ની પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ખાસ એસઓપી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ખાસ એસઓપી મુજબ પરીક્ષા આપનાર ઉમેદવાર પરીક્ષાખંડમાં પોતાની ઓળખ માટેનું ફોટો આઈડીકાર્ડ લઈ જઈ શકશે. ઉમેદવાર હોલ ટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા, સ્માર્ટવોચ, ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનીક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો ઉમેદવાર કોઈ પણ પ્રાક્રની ગેરિટી કે પ્રતિબંધિત સામાન સાથે કેન્દ્ર પર ઝડપશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Back to top button