Test Match : ભારત ટોસ હાર્યું; વેસ્ટ ઈન્ડિઝે શરૂ કરી બેટિંગ
Test Match : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે. પ્રથમ મેચ આજે શરુવાત થઇ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઇન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનનું ડેબ્યૂ
આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકાના વિંડસર પાર્ક મેદાન પર રમાઈ રહી છે. જેમાં વેસ્ટઈન્ડિઝે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને ડેબ્યૂ કર્યું છે.
West Indies have won the toss and elect to bat first in the 1st Test against #TeamIndia.
Live – https://t.co/cuH2WZGEpw #WIvIND pic.twitter.com/2P5lISzV2U
— BCCI (@BCCI) July 12, 2023
યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન આ મેચથી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યા છે.મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ‘અમારી તૈયારીઓ પૂર્ણ છે પરંતુ વરસાદ અવરોધ ઉભો કરી શકે છે. ચેમ્પિયનશિપની ફાઇનલમાં હજુ થોડાક વર્ષ બાકી છે. અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને બે ફાઈનલ રમી છે. અમે આ સફળતાને આગળ લઈ જવા ઈચ્છીએ છીએ.
Let's Play!
Live – https://t.co/FWI05P4Bnd… #WIvIND pic.twitter.com/e8g76iqU3n
— BCCI (@BCCI) July 12, 2023
તેમણે કહ્યું, “અમારી ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે, તેથી આશા છે કે આ છેલ્લા બે સાઇકિલની જેમ અલગ નહીં હોય. જે ખેલાડીઓ પદાર્પણ કરી રહ્યા છે તેઓ રમતનો આનંદ માણશે.”
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન બર્થવેટે કહ્યું કે પીચ સૂકી છે પરંતુ રમતના પહેલા કલાકમાં કંઈ થશે નહીં. અમે એન્ટિગુઆમાં 10 દિવસનો કેમ્પ કર્યો. લારા પણ ત્યાં હતા, તે અમારા યુવા બેટ્સમેનો માટે સારું હતું.
તેમણે કહ્યું કે આલીક અથાનાઝ આ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું બે વર્ષનું ચક્ર આ મેચથી શરૂ થશે.
Two debutants for #TeamIndia.
A look at our Playing XI for the 1st Test.
Live – https://t.co/FWI05P59cL… #WIvIND pic.twitter.com/dArjNP2o87
— BCCI (@BCCI) July 12, 2023
બન્ને ટીમની પ્લેઇંગ-11
વેસ્ટઈન્ડિઝ : ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ