સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટ બેસ્ટ : ન્યૂઝીલેન્ડનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં માત્ર ‘એક’ રનથી રોમાંચક વિજય, ફોલોઓન છતાં મેળવી જીત

Text To Speech

હાલના સમયમાં ટેસ્ટ ક્રિકેટ પણ વધુને વધુ રસપ્રદ બની રહી છે. તેવી જ એક રોમાંચિત ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ જેમાં ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં એક રનથી રોમાંચક વિજય મેળવ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે ટેસ્ટ મેચ આટલાં ઓછા અંતરથી જીત મેળવી હોય. આ સાથે જ ન્યૂઝીલેન્ડ ફોલોઓન પછી ટેસ્ટ જીતનારી માત્ર ચોથી ટીમ બની.

ઈંગ્લેન્ડને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 256 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે 2 ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જીત માટે 258 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડે 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મેચના અંતિમ દિવસે ટી-બ્રેક સુધી ઇંગ્લિશ ટીમે 5 વિકેટે 168 રન બનાવી લીધા હતા.

NZ vs Eng _test_match

જો રૂટે 113 બોલમાં 95 રન કરીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર મૂક્યું હતું. સ્ટોક્સે 33 રન બનાવ્યા હતા અને આ જોડીએ છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી, જે અપૂરતી સાબિત થઈ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે સવારે એક વિકેટે 48 રનના સ્કોરથી શરૂઆત કરી હતી અને તેને જીતવા માટે 210 રનની જરૂર હતી.

વાત જો સૌથી ઓછા રનના જીતના અંતરની કરવામાં આવે તો આ અગાઉ 1993માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની એક રનથી જીત મળી હતી. જ્યારે ક્રેગ મેકડર્મોટ (નંબર 11) કર્ટની વોલ્શના હાથે કેચ પકડનાર છેલ્લો વ્યક્તિ હતો. વેલિંગ્ટનમાં 30 વર્ષ પછી આવી જ સમાનતા જોવા મળી હતી. જેમ્સ એન્ડરસન નીલ વેગનરની બોલ પર છેલ્લી વિકેટ તરીકે કિવી વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો હતો.

આ પણ વાંચો : કેમ IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નહીં જોવા મળે બુમરાહ ? શું છે કારણ

ટેસ્ટ ક્રિકેટ: જીતનો સૌથી ઓછો માર્જિન

  1. ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રનથી હરાવ્યું, વેલિંગ્ટન, 2023
  2.  વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 1 રનથી હરાવ્યું, એડિલેડ, 1993
  3. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 2 રને હરાવ્યું, બર્મિંગહામ, 2005

ફોલોઓન પછી જીતેલી ટેસ્ટ મેચોના પરિણામો

  • સિડની, 1894: ઈંગ્લેન્ડ 10 રનથી જીત્યું
  • લીડ્ઝ, 1981: ઈંગ્લેન્ડ 18 રનથી જીત્યું
  • કોલકાતા, 2001: ભારત 171 રનથી જીત્યું
  • વેલિંગ્ટન, 2023: ન્યુઝીલેન્ડ 1 રનથી જીત્યું
Back to top button