ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ટેસ્ટ ચેમ્પિયનશિપ: વેસ્ટ ઈન્ડિઝને પાછળ રાખી ઈંગ્લેન્ડની છલાંગ, પાકિસ્તાન પર તોળાઈ રહ્યો છે ખતરો

  • ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ત્રણ મેચની શ્રેણી પર કબજો કરી લીધો છે. આ સાથે WTC પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે

ઈંગ્લેન્ડ, 22 જુલાઈ: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પણ પૂર્ણ થઈ ગઈ છે. આ મેચ જીતીને ઈંગ્લેન્ડે માત્ર ત્રણ મેચની સિરીઝ જ કબજે કરી નથી પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ મોટી છલાંગ લગાવી છે. આનાથી ભારતીય ટીમ પર તો કોઈ અસર થઈ નથી, પરંતુ તે પાકિસ્તાન માટે અત્યારે નહીં પરંતુ ભવિષ્યમાં ચોક્કસપણે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઈંગ્લેન્ડ ટીમ હવે ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં સીધા જ 7મા નંબર પર પહોંચી ગઈ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન

જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના લેટેસ્ટ પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ નંબર વન પર છે. ટીમ ઈન્ડિયાનું PCT હાલમાં 68.51 છે. જે અન્ય તમામ ટીમો કરતા વધુ છે. આ પછી જો આપણે બીજા નંબરની વાત કરીએ તો અહીં ઓસ્ટ્રેલિયન ટીમ છે. ઓસ્ટ્રેલિયાનું PCT હાલમાં 62.50 પર છે. તેનો અર્થ એ કે પ્રથમ અને બીજી ટીમ વચ્ચે તફાવત છે, પરંતુ તે ઘણો પણ ન કહેવાય, મેચ જીત્યા કે હાર્યા પછી આ તફાવતમાં બદલાવ આવી શકે છે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમો બરાબરી પર

જો ટોપ 2 ટીમોની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની પીસીટી બરાબર છે. આ બંનેનું PCT હાલમાં 50 છે. પરંતુ ન્યુઝીલેન્ડના વધુ પોઈન્ટ છે, તેથી આ ટીમ નંબર 3 પર છે અને શ્રીલંકાના પોઈન્ટ થોડા ઓછા છે, તેથી આ ટીમ 4 નંબર પર છે. આ પછી આવે છે પાકિસ્તાન ક્રિકેટ ટીમ. પાકિસ્તાનનું PCT હાલમાં 36.66 છે અને ટીમ 5માં નંબર પર રોકાઈ ગઈ છે.

ઈંગ્લેન્ડની ટીમ સતત બે મેચ જીતીને છઠ્ઠા સ્થાને પહોંચી

હવે વાત કરીએ ઈંગ્લેન્ડની જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બે બેક ટુ બેક મેચ જીતીને જોરદાર છલાંગ લગાવી છે. ઈંગ્લેન્ડનું PCT હવે 31.25 છે. ટીમ હવે સીધી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. શ્રેણીમાં હજુ એક મેચ બાકી છે. જો ઈંગ્લેન્ડની ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે તો તેની પીસીટી અચાનક વધીને 36.53 થઈ જશે. એટલે કે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડની ખૂબ નજીક પહોંચી જશે. જો કે ઈંગ્લેન્ડની ટીમ છઠ્ઠા સ્થાન પર રહેશે, પરંતુ આવનારા સમયમાં પાકિસ્તાનની મુશ્કેલીઓ ચોક્કસપણે વધી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહોંચી તળિયે

જો આ પછી ટીમોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની પીસીટી 25 છે અને આ ટીમો સાતમા અને આઠમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝને સતત બે મેચ હારીને ભારે નુકસાન થયું છે. ટીમ હવે 22.22ના PCT સાથે છેલ્લા સ્થાને એટલે કે નવમા સ્થાને પહોંચી ગઈ છે. જો કે તેમની પાસે ઈંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી મેચ જીતીને આગળ વધવાની તક છે, પરંતુ ઈંગ્લેન્ડ જે આક્રમક શૈલીમાં રમી રહ્યું છે તે જોતા વેસ્ટ ઈન્ડિઝ જીતી શકશે તેવું લાગતું નથી.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકઃ રમતોના મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ, જાણો કેવો હશે ઉદ્દઘાટન સમારંભ?

Back to top button