ટેસ્લાએ ભારતમાં એન્ટ્રીની તૈયારી કરી લીધી, ગુજરાતના પાડોશી રાજ્યમાં ફેક્ટરી ખોલશે


પુણે, 19 ફેબ્રુઆરી 2025: લાંબા સમયથી રાહ જોયા બાદ ઈલેક્ટ્રિક ગાડી બનાવતી અમેરિકન કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, ટેસ્લા અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની છે. હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મસ્કની કંપનીએ ભારતમાં જગ્યાઓ ભરવા માટે જાહેરાત પણ આપી હતી. હવે ઈલેક્ટ્રિક ગાડી નિર્માણ માટે કંપની જમીન શોધી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના અનુસાર, ટેસ્લાની નજરમાં મહારાષ્ટ્ર પહેલી પસંદ છે.
ચાકન અને ચિખલીની ડિમાન્ડ
રિપોર્ટ અનુસાર, એલન મસ્કની આગેવાનીવાળી કંપની ટેસ્લાએ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કેમ કે ટેસ્લા પહેલાથી પુણેમાં એક ઓફિસ ધરાવે છે અને રાજ્યમાં તેના કેટલાય સપ્લાયર છે. રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે રાજ્ય સરકારે ચાકન અને ચિખલી પાસે સાઈટો આપવાની તૈયારી બતાવી છે. જે બંને પુણેની નજીક છે. ચાકન ભારતનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબમાંથી એક છે. જ્યા મર્સિડીઝ બેન્ઝ, ટાટા મોટર્સ વોક્સવૈગન અને અન્ય સહિત કેટલીય કંપનીઓ આવેલી છે.
ભારતે ઘટાડ્યો છે ટેક્સ
ટેસ્લા અને ભારત કેટલાય વર્ષોથી એક બીજા સાથે જોડાયેલ છે. પણ કાર નિર્માતા ઉચ્ચ કરની ચિંતાઓના કારણે દક્ષિણ એશિયાઈ દેશોથી દૂર રહ્યું. ભારતે હવે 40,000 ડોલરથી વધારે કિંમતવાળા હાઈ એન્ડ કારો પર મૂળ સીમા શુલ્કને 110 ટકાથી ઘટાડીને 70 ટકા કરી દીધો છે. જ્યારે ભારતનું ઈવી બજાર ચીનની તુલનામાં હજુ પણ નવું છે. ગત વર્ષે ભારતની ઈલેક્ટ્રિક કારનું વેચાણ 100,000 યૂનિટની નજીક હતું. જ્યારે ચીનનું 11 મિલિયન યુનિટ હતું.
આ પણ વાંચો: ગજબની છે આ SIP: દર મહિને ખાલી 250 જમા કરાવીને 17 લાખના માલિક બની શકશો