ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ટેસ્લા ભારતમાંથી ઑટો કોમ્પોનન્ટ્સની આયાત બમણી કરશે: પિયુષ ગોયલ

Text To Speech

કેલિફોર્નિયા: અગ્રણી અમેરિકન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા (Tesla) ભારતમાંથી કોમ્પોનન્ટ્સની આયાત બમણી કરવાનું વિચારી રહી છે. જેની માહિતી ભારત સરકારના મંત્રી પીયુષ ગોયલે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. તેઓએ કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. ગોયલે ભારપૂર્વક કહ્યું કે ટેસ્લા EV સપ્લાય ચેઇનમાં ભારતમાંથી ઑટો કમ્પોનન્ટ સપ્લાયર્સનું વધતું મહત્વ જોઈને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે અહીં ભારતીય એન્જિનિયર્સ અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સને વરિષ્ઠ હોદ્દા પર કામ કરતા જોઈને ખુશી અનુભવી. EV સપ્લાયમાં ભારતના ઓટો કમ્પોનન્ટ્સ સપ્લાયર્સની ભૂમિકા વધારવા માટે પણ વખાણ કર્યા. ભારતમાંથી ઑટો કોમ્પોનન્ટસની આયાત બમણી કરવાની આશા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે કંપની ભારતમાંથી ઘટકોની આયાત બમણી કરવાનો ધ્યેય રાખે છે. આ સિવાય તેમણે ટેસ્લાના ઈલોન મસ્કને પણ યાદ કર્યા કારણ કે તેમનું સ્વાસ્થય સારું ન હોવાથી તેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લઈ શક્યા ન હતા.

એલોન મસ્કે પિયૂષ ગોયલને માફી માગી

ગોયલના ટ્વીટનો જવાબ આપતા ટેસ્લાના ચીફ ઈલોન મસ્કે લખ્યું, તમે ટેસ્લાની મુલાકાતે આવ્યા એ અમારા માટે સન્માનની વાત છે. હું કેટલાક કારણસર કોલિફોર્નિયા ન પહોંચી શક્યો તે બદલ મને દુઃખ છે. પરંતુ હું તમને ભવિષ્યમાં મળવા ઈચ્છુક છું.

પીયૂષ ગોયલ નવેમ્બર 13-14, 2023 ના રોજ 3જી ઈન-પર્સન ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેવા માટે 13 થી 16 નવેમ્બર દરમિયાન USAની મુલાકાતે છે. આ ઉપરાંત તેમની મુલાકાત દરમિયાન તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો: ઈલોન મસ્કની ટેસ્લાએ બે અઠવાડિયામાં 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા 

Back to top button